બંધ

કચ્છના લોક નૃત્ય

કચ્છ જીલ્લો તેના પરંપરાગત અને સાંસ્કૃતિક મૂલ્યો માટે જાણીતું છે. કચ્છી સંસ્કૃતિક કલા અને હસ્તકલામાં તેની રચનાત્મકતાઓ માટે જાણીતી છે. ભિન્ન સમુદાયો જેમ કે નોમાડિક અને સેમિ નોમાડિકે આજે આધુનિક સમય જીવતા કચ્છની સંસ્કૃતિને જાળવી રાખી છે.

કચ્છિ નૃત્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઘણા કલા સ્વરૂપોમાંથી એક છે. કચ્છનો લોક નૃત્ય ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. સૌથી પ્રસિદ્ધ નૃત્ય સ્વરૂપ ગજિઓ અને દાંડિયા રાસ છે. કચ્છમાં ઘણા તહેવારો ઉજવાય છે અને આ ઉજવણી લોક નૃત્ય સ્વરૂપો સાથે કરવામાં આવે છે.

ગજીયો રાસ

ગજિયો રાસ

ગજિયો કચ્છી લોક ગીત છે જે આ પ્રદેશમાં ખૂબ પ્રસિદ્ધ છે. કચ્છના મહિલા પરંપરાગત કાપડ પહેરી અને આ ગીત પર પરંપરાગત નૃત્ય કરે છે. ગજિઓ નૃત્ય એક વર્તુળમાં કરવામાં આવે છે જ્યાં કચ્છી સ્ત્રીઓના ગોળાકાર ચક્રમાં ફરે છે.

 

 

 

 

 

 


દાંડીયા રાસ

દાંડીયા રાસ

દાંડિયા રાસ કચ્છના પરંપરાગત લોક નૃત્યમાનુ એક નૃત્ય છે. દાંડિયા રાસમાં મંડ, નમન, બેઠીયા, બારિયા, અહીયા, પંચિયા, અને દોઢિયા જેવી વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. પુરુષો અને સ્ત્રીઓ તેમના હાથમાં નાની લાકડીના દાડીયા સાથે ગોળ ચક્રમાં ફરી રાસના પગલાંઓ લે છે.

 

 

 

 

 

 


ગઢવી સમાજનો તલવાર રાસ

ગઢવીની તલવાર રાસ

કચ્છના ગઢવી સમુદાયના લોકોની વાસ્તવિક બહાદુરી રજૂ કરે છે. તેઓ તલવાર વળે નૃત્ય કરે છે જેમાં ગઢવી સમુદાયના લોકો નૃત્ય કરે અને જ્યારે બંને હાથમાં તલવાર ફેરવે છે. નૃત્ય કરતી વખતે તેઓ તલવારની કરતબબાજી કરે છે.

 

 

 

 

 


કચ્છના અન્ય નૃત્યો

કચ્છના અન્ય નૃત્યો

કચ્છના લોક નૃત્ય ઉપરાંત, લોકો ઘણા ગુજરાતી નૃત્ય ના સ્વરૂપને પણ અનુસરે છે જેમાં ટીપણી નૃત્ય, ઢોલી નૃત્ય, અને મંજીરા નૃત્યનો સમાવેશ થાય છે. આ બધા નૃત્યોમાં લોકો ઢોલ, મંજીરા, એકતારા, તબ્લા વગેરે જેવા સંગીત વગાડવાના વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે.

ભારતના સૌથી મોટો જિલ્લા હોવાના કારણે, કચ્છમાં વિવિધ લોક-નૃત્ય સ્વરૂપોની સમૃદ્ધ સંસ્કૃતિ છે.