બંધ

કલેક્ટર કચેરી ની શાખાઓ

ચીટનીશ શાખા

“ચીટનીશ” એ અસલમાં એક મરાઠી શબ્દ છે. તેના અર્થ મુજબ … ના સચિવ એમ કહી શકાય. કલેક્ટરશ્રીના ચીટનીશ તરીકે વર્ગ – ૨ ના મહેસુલી અધિકારી ફરજો બજાવે છે, તથા ચીટનીશશ્રીએ તેમના ઉપરી અધિકારીઓને કામના નિકાલ તથા નિર્ણયની પ્રક્રિયામાં મદદરૂપ થવાનું હોય છે.

મુખ્ય કામગીરી

  • લેન્ડ રેવન્યુ કોડ – ૧૮૭૯ અને તે નીચેના સંબંધિત વિવિધ કાયદા તથા નિયમો નીચેની કાર્યવાહી
  • મહેકમ, હિસાબી, નાની બચત, નગરપાલિકા દફતરની કામગીરીનું સુપરવિઝન
  • ઉપરી અધિકારીશ્રી ફરમાવે તેવી બીજી પરચુરણ કામગીરી.

હિસાબી શાખા

જિલ્લા તથા જિલ્લામાં આવેલ તાલુકાને લગતી મહેસુલ વિભાગને લગતી ગ્રાન્ટ, ખર્ચપત્રકો, પેન્શન, ઇન્કમટેક્ષ, અંદાજપત્ર તેમજ સુધરેલ અંદાજપત્ર બનાવવું, ઓડિટ, રીકન્સીલેશન, જી.પી.એફ. ઉપાડ – પેશગી, મકાન તથા વાહન પેશગી, જૂથ વીમા અંગેની કામગીરી વગેરે જેવી હિસાબી તમામ કામગીરી આ શાખામાં કરવામાં આવે છે.

મુખ્ય કામગીરી

  • ઓડિટ પારા બાબત
  • સરકારના વિવિઘ વિભાગો તરફથી આવતી જુદા-જુદા પ્રકારની ગ્રાન્ટની વહેંચણી
  • પી.આર.બી. રજીસ્ટર નિભાવવું
  • સમગ્ર જિલ્લાનું બજેટ તથા રીવાઈઝડ બજેટ બનાવવા અંગેની કામગીરી
  • રોજમેળ તથા કેશબુક નિભાવવાં
  • એ. જી. કચેરી, રાજકોટ તથા અમદાવાદ ખાતે રીકન્સીલેશનની કામગીરી
  • સેવાપોથીઓ અદ્યતન કરવી તથા ઇજાફા છોડવા અંગેની કામગીરી

મનોરંજન કર શાખા

મનોરંજન કર અંગેનું નિરીક્ષણ, સિનેમા થિયેટર / વિડીયો થિયેટર અને હોટેલ વૈભવી ટેક્સની કર વસૂલાતની દેખરેખ રાખવાની કામગીરી મનોરજન કર શાખા કરે છે.

મુખ્ય કામગીરી

  • સિનેમા પરવાના તાજા કરવા
  • વિડિયો પરવાના તાજા કરવા
  • નવી હોટલની નોંધણી કરવી
  • સિનેમા વિડિયો તેમજ કેબલની તપાસણી
  • મનોરંજન કર એકત્ર કરવો
  • સુખ – સુવિધા કર એકત્ર કરવો
  • એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક વિગેરેનુ નિરીક્ષણ.

મહેસુલ શાખા

આ શાખા જમીન મહેસૂલ વહિવટ સાથે સંકળાયેલી જીલ્લા કલેક્ટર કચેરીની મહત્વની શાખા છે

મુખ્ય કામગીરી

  • મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૬૫, ૬૫(એ), ૬૫(બી), ૬૬ અને ૬૭ હેઠળ બિન ખેતી અનુમતિ આપવા.
  • જમીનોની કિંમત નક્કી કરવા અંગે જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની કામગીરી.
  • બિન ખેતી પરવાનગી આપવા માટે.
  • સંસ્થા/વ્યક્તિ ધ્વારા જમીન માંગણી અંગે જમીન ફાળવણીની કામગીરી.
  • સરકારી સંસ્થા / ગ્રામ પંચાયત વિગેરે માટે શૈક્ષણિક / સામાજીક હેતુ જેવા કે, શાળા / છાત્રાલય બાંધકામ, સ્મશાન /કબ્રસ્તાન માટે જમીન નીમ કરવાની કામગીરી.
  • મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૨૦૩ હેઠળ અપીલ.
  • મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ -૨૧૧ હેઠળ રૂપાંતર.
  • શહેરી વિસ્તાર ની જમીન નવી શરતમાંથી જૃની શરતમાં ફેરવવા
  • ફળજાડ અને વૃક્ષોના વાવેતર માટે જમીન ભાડા પટે આપવા.
  • ફળજાડ અને વૃક્ષોના વાવેતર આપેલ જમીન અથવા નવી શરતથી મંજૂર કરેલી જમીન માટે જમીનની શરતોના ભંગ સામે કાર્યવાહી
  • ગૌચર માટે જમીન નીમ કરવી.
  • સરકારી જમીનનો દબાણ દુર કરવા
  • સરકારી જમીન અને ગૌચારને ગામતળમાં નીમ કરવા
  • એસટીડી / પીસીઓ બૂથ માટે વિકલાંગ વ્યક્તિને ભાડા પટે જમીન આપવા.
  • રહેણાક હેતુ માટે સરકારી કર્મચારી / વિકલાંગ લોકોને જમીન આપવા.
  • જુદા જુદા હેતુઓ માટે જમીનને અન્ય વિભાગમાં તબદીલ કરવી. દા.ત. પીએચ.સી. માટે
  • જાહેર હિતમાં આવક માફ જમીન આપવી.
  • “સહિયારા ઘાસચારા યોજના” હેઠળ દુધ મંડળી માટે ભાડા પટે જમીન આપવા
  • જમીન બાબતો સંબંધિત.એસ.આઈ.ટી. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)
  • એ. જી. ઑડિટ પેરા
  • “વિશેશ ધારો” (નગરપાલીકા વિસ્તાર)

રેકોર્ડ શાખા

આ શાખા મુખ્યત્વે કલેક્ટરના વિવિધ શાખાઓના રેકોર્ડ્સ સાથે સંબંધિત કાર્ય કરે છે જેમાં મૂળ રેકોર્ડ્સની પ્રમાણિત નકલો, અ, બ, ક, ડ વર્ગમાં રેકોર્ડનું વર્ગીકરણ અને જૂના રેકોર્ડ્સનો નાશની કામગીરી શામેલ છે.

મુખ્ય કામગીરી

  • રેકોર્ડની જાળવણી અને વર્ગીકરણ અને કલેક્ટર કચેરીની બધી શાખાઓના જૂના રેકોર્ડ્સનો નાશ
  • કચેરીની બધી શાખાઓ માટે સ્ટેશનરી વીગેરેની ખરીદી અને વિતરણ.
  • સરકારી પ્રેસમાંથી સ્ટેશનરી વગેરેની સામગ્રી મંગાવવી
  • જૂના રેકોર્ડ્સના નાશ અંગેનો નો કરાર કરવો
  • અરજદારોને ઉપલબ્ધ રેકોર્ડ્સની પ્રમાણિત નકલો ઇશ્યૂ કરવી.
  • ઑફિસના વર્ગ ૪ ના કર્મચારીઓને ગણવેશ આપવો
  • કર્મચારીઓને ડાયરી, કેલેન્ડર વગેરે નું વિતરણ કરવું
  • ડેડ સ્ટોક રજિસ્ટર ની નિભાવણી કરવી
  • રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવી
  • એનઆરઆઈ / એનઆરજીથી સંબંધિત કાર્ય.
  • જિલ્લા સંકલન સમિતિની બેઠકોના સંકલનકાર તરીકે કામ કરે છે.
  • મહેસૂલ અધિકારીઓના સરકારી વાહનો અંગેના કાર્યો
  • ખેલ મહાકુંભ સંબંધિત કાર્ય.
  • ઝેરૉક્સ અને ફેક્સ મશીનની જાળવણી અને રેપૈરીન્ગની કાર્યાવાહી
  • પુસ્તકો અને પુસ્તકાલય સંબંધિત કામ.
  • રાષ્ટ્રીય ધ્વજની જાળવણી અને નાશની વ્યવસ્થા
  • ગ્રામ પંચાયતની ઓડિટ પેરાનું અમલ

રજિસ્ટ્રી શાખા

આ શાખામાં અરજદારો તરફથી મળેલ અરજીઓ, સરકારી કચેરીઓ તથા અન્ય કચેરીઓ માં થી આવેલ ટપાલ મેળવી અધિકારીશ્રી ને ધ્યાને મુકવામાં આવે છે. તેમજ અન્ય શાખાઓ દ્વારા નિકાલ કરેલ અરજીઓ ને સુચવેલ સરનામે રવાના કરવામાં આવે છે.

મુખ્ય કામગીરી

  • સરકારશ્રી માંથી આવતા પત્રો, પરિપત્રો,ઠરાવો, હુકમો, અરજદારો ની રેફરંસ અરજીઓ વગેરે સ્વીકારવા માં આવે છે.
  • સ્વીકારેલ પત્રો અને અરજીઓને અધિકારીશ્રી ની સુચના મુજબ યોગ્ય શાખામાં ઓનલાઇન નોંધણી કરી પહોંચાડવા માં આવે છે.
  • શાખા માં પહોંચાડેલી ટપાલોની નોંધણીની પ્રિંટ આપવા માં આવે છે.
  • શાખાઓ તરફથી કરવામાં આવતા તમામ પત્રવ્યવ્હારો ને પત્રમાં દર્શાવેલ સરનામે રવાનગી રજિસ્ટર માં નોંધવામાં આવે છે.
  • આર.પી.એ.ડી થી રવાના કરવાના પત્રો ને આર.પી.એ.ડી રજિસ્ટર માં નોંધી દર્શાવેલ સરનામે રવાના કરવામાં આવે છે.
  • નોંધેલ પત્રોને કવર બનાવી યોગ્ય તેટલી ટિકિટ નું ફ્રેંકીંગ કરી રવાના કરવાની તમામ ટપાલો ને પોસ્ટ ઓફિસ પહોંચાડવા માં આવે છે.
  • ફ્રેંકીંગ ટપાલ ટિકિટો નો હિસાબ રજિસ્ટર માં નોંધી અધિકારીશ્રીની સહી થી પ્રમાણિત કરાવવામાં આવે છે.
  • મુલાકાતીઓનું રજિસ્ટરની જાળવણી કરવી.
  • સૂચના પેટી, ફરિયાદ પેટી અને નોટીસ બોર્ડ વગેરેનું કામ.

આરટીએસ / સીટીએસ શાખા

મુખ્ય કામગીરી

  • જમીન મહેસૂલ અધીનિયમ – ૧૯૭૨ ના કલમ ૧૦૮(૬) હેઠળ પ્રાંત અધિકારી દ્વારા નક્કી કરાયેલા કેસનું ફેરતપાસ.
  • જમીન મહેસૂલ નિયમ હેઠળ 1978 માં જમીનના કેસની સૂઓ મોટો ફેરતપાસ
  • વિવિધ અપીલ.
  • હકક૫ત્ર – રેકોર્ડ ઑફ રાઇટ્સ (આરઓઆર) સંબંધિત કામગીરી
  • રેકોર્ડ પ્રોમલ્ગેશન અને રી-સર્વે ની કામગીરી
  • કે.જે.પી. (કામી-જસ્તી પત્રક) અમલીકરણ
  • આરટીએસ ટીમની દેખરેખ અને આરટીએસ ટીમ દ્વારા કરવામાં આવેલી ખામીયુક્ત એન્ટ્રી ની ચકાસણી.
  • પહાણી પત્રક (ગામ નમુના નં. ૧૨) ફેરતપાસ.
  • ગામ નમુના ૬ ની ફેરતપાસ.
  • ખેડુત પોથી અંગેનું કામ.
  • કચ્છ જીલ્લાના પાક ની “અનાવરી”.

જન સંપર્ક શાખા

જન સંપર્ક અધિકારી એ કલેક્ટર કચેરીની તમામ શાખાઓને જોડતી કડી રૂપ છે. જન સંપર્ક અધિકારી એ કલેક્ટર કચેરીની તમામ શાખાઓને જોડતી કડીરૂપ અધિકારી છે. જન સંપર્ક અધિકારી દ્વારા “સિંગલ વિન્ડો સિસ્ટમ” જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. શિક્ષિત તેમજ અશિક્ષિત એમ તમામ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવાનું મહત્વનું કાર્ય જન સંપર્ક અધિકારી દ્વારા કરવામાં આવે છે. અગત્યની બેઠકો અને નાગરોકોના પ્રશ્નોના નિરાકરણનું કાર્ય જન સંપર્ક અધિકારી દ્વારા થાય છે.

મુખ્ય કામગીરી

  • સામાન્ય વહીવટ
  • નાગરિકોની ફરીયાદો
  • બેઠકોનું આયોજન
  • સમાજ સુરક્ષા યોજનાઓનું અમલીકરણ
  • રેકર્ડ અને સ્ટેશનરીની જાળવણી
  • નાગરિકોની ફરિયાદો સાંભળવી અને તેને ઉપરી અધિકારીના ધ્યાને મૂકવી.
  • દૈનિક સમાચાર પત્રોમાં આવતા મહત્વપૂર્ણ અને કલેક્ટર કચેરીને સંબંધિત સમાચારોની માહીતી નિવાસી અધિક કલેક્ટરશ્રી અને કલેક્ટરશ્રી ને આપવાની કાર્યવાહી.
  • માહિતી મેળવવાના અધિકાર (આરટીઆઈ એક્ટ -૨૦૦૫) હેઠળ અપીલોની અરજી સ્વકારીને તેના નીકાલની વ્યવસ્થા કરવી
  • જીલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાત કાર્યક્રમ નું અમલીકરણ
  • જીલ્લા સ્વાગ, જે દર મહીને ચોથા ગુરુવારે યોજાય છે તેમા લોકોના પ્રશ્નો ઉકેલાવાની કામગીરી
  • જીલ્લાના મુદ્દાઓનું સંકલન કરવા અને વહીવટી ક્ષેત્રમાં કાર્યક્ષમતા વધારવા માટે પ્રયત્નો હાથ ધરવા
  • જીલ્લા સંકલન સમિતિની બેઠક જે મહિને ત્રીજા શનિવારે યોજાય છે તેનુ્ સંકલન
  • લોકાયુક્ત અને આઇડબલ્યુડીએમએસ કાર્યક્રમ હેઠળની ફરિયાદો નો નીકાલ કરવાની કામગીરી

અછત શાખા

અછત દરમિયાન, ઘાસચારો, પીવાના પાણીની સમસ્યા, મુખ્યમંત્રી રાહત ભંડોળ હેઠળ વિશેષ સહાય ચૂકવવા માટેની કામગીરી, મૃત / વિકલાંગ વ્યક્તિઓ માટે મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી સહાય મેળવી ચુકવવાની કામગીરી આ શાખા ધ્વારા થાય છે.

મુખ્ય કામગીરી

  • અછત પીવાના પાણી, ઘાસચારા ની સમસ્યા નીવારણની કામગીરી
  • ખાસ કિસ્સાઓમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાથી મૃત્યુ સાહય ચૂકવવાનું કાર્ય
  • જિલ્લા અકસ્માતોના ખાસ કિસ્સાઓમાં, મુખ્યમંત્રી રાહત ભંડોળમાથી સહાય ચૂકવવાનું કાર્ય
  • નેશનલ ફાઉન્ડેશન ફોર કમ્યુનિકલ હાર્મની (એનએફચીએચ -૨૦૦૨) હેઠળ અસરગ્રસ્ત બાળકો (વિદ્યાર્થીઓ) માટે સમાજ સુરક્ષા વિભાગ સાથેના સંકલનમાં રહી સરકારે મંજૂર સહાય ચુકવણીની કાર્યવાહી
  • મૃત / અપંગ લોકો માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાથી મૃત્યુ સાહય ચૂકવવાનું કાર્ય

મેજિસ્ટરિયલ શાખા

આ શાખામાં હથિયાર પરવાના, પેટ્રોલિયમ પરવાના, કાયદો અને વ્યવસ્થાની કામગીરી થાય છે. આ શાખામાં કેન્દ્ર અને રાજય સરકારના ફોજદારી કાયદાઓ, ભારતીય દંડ સંહિતા, પાસા, શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ અને શસ્ત્ર નિયમો ૧૯૬૨ જેવા કાયદાઓ અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે. જિલ્લા મેજીસ્ટ્રેટના સીધા નિયંત્રણ અને દેખરેખ હેઠળ આ શાખા દ્વારા જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સંભાળ લેવામાં આવે છે.

મુખ્ય કામગીરી

    • સ્વરક્ષણ હેતુ હથિયાર પરવાના આપવા તથા પરવાના રીન્યુ કરવા, ડુપ્લીકેટ કાઠી આપવા, હથીયાર ખરીદવાની મુદત વધારી આપવાની, હથિયાર ખરીદ વેચાણની પરવાનગી, હથિયાર ખરીદવા ના- વાંધા પ્રમાણપત્ર, પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા અને હથિયાર પરવાના ટેકન ઓવર કરવાની કામગીરી.
    • પેટ્રોલિયમ/એલપીજી/સીએનજી સ્ટ્રોરેજ માટેના- વાંધા પ્રમાણ પત્ર આપવા.
    • ઝેર પરવાના રીન્યુ કરવા.
    • જીલ્લાના કાયદો અને વ્યવસ્થાને લગતા હુકમો પાડવાની કામગીરી.
    • નવીન સિનેમા/ વિડિયો પરવાના આપવા.
    • સિક્યુરાઇઝેશન એકટ હેઠળની કામગીરી.
    • ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપવાની કામગીરી.

વહીવટી શાખા

વહીવટ શાખા એ જિલ્લા કલેક્ટર કચેરીની એક કડીરૂપ શાખા છે. જિલ્લા કક્ષાએ મહેસૂલી અધિકારીશ્રીઓની માસિક બેઠકના આયોજનમાં વહીવટી શાખા મુખ્ય ભૂમિકા નિભાવે છે. ગરીબ કલ્યાણમેળા, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો જેવા કાર્યક્રમોના સંકલનમાં વહીવટી શાખા મુખ્ય ભૂમિકા નિભાવે છે. જનસામાન્યને સ્પર્શતા અન્ય મહત્વના પ્રશ્નોનું નિરાકરણ વહીવટી શાખા દ્વારા કરવામાં આવે છે.

મુખ્ય કામગીરી

      • ગરીબ કલ્યાણ મેળાના સંકલનની કામગીરી
      • જિલ્લા કક્ષાએ મહેસૂલી અધિકારીશ્રીઓની માસિક બેઠકના આયોજનની કામગીરી
      • પ્રાંતઅધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓની માસિક ડાયરી પર રીમાર્ક્સ આપવાની કામગીરી
      • સ્વર્ણિમ સ્વાંત: સુખાય પ્રોજેક્ટની લગતી કામગીરી
      • તુમાર સેન્સસ
      • માહિતિ અધિકાર અધિનિયમ 2005 ને લગતી કામગીરી
      • તાલુકા જનસેવા કેન્દ્રના મોનિટરિંગની કામગીરી
      • દરીયાઇ વસ્તી ગણતરીની કામગીરી
      • મહેસૂલ તપાસણી પંચ (આર.આઇ.સી.) પત્રકો તૈયાર કરવાની કામગીરી

નાની બચત શાખા

આ શાખા નાની બચત અંતર્ગતની મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના અંગેની એજન્સી આપવાની તથા રીન્યુ કરવાની અને સ્વાતંત્ર સેનાનીને લગતી તમામ માહિતી રાખવી તેમજ સરકારશ્રીમાં પેન્શન મંજૂરી માટે મોકલી આપવુ આ તમામ કામગીરી કરે છે.

મુખ્ય કામગીરી

      • એમ.પી.કે.બી.વાય અંતર્ગતની નવીન એજસીની મંજૂરી.
      • એમ.પી.કે.બી.વાય અંતર્ગતની એજસીની રીન્યુઅલની કામગીરી.
      • એમ.પી.કે.બી.વાય અંતર્ગતની એજસીનીના રીકરીંગ કાર્ડની વહેંચણી.
      • સ્વાતંત્ર સેનાનીઓના પેન્શન કેસ તૈયાર કરવાની કામગીરી.

મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના (M.P.K.B.Y) અંગેની સંક્ષિપ્ત માહિતી :

આ યોજનાને મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના તરીકે ઓળખવામાં આવે છે.

આ યોજનાના મુખ્ય હેતુઓ :-

      • ગૃહિણીઓ તેમજ સ્વનિર્ભર લોકોમાં બચતની તેમજ કરકસરની આદત પાડવી.
      • પરિવારના નાણાંકીય આયોજન માટે ગૃહિણીઓને શિક્ષીત કરવી.
      • પોસ્ટ-ઓફિસમાં ૫ વર્ષ માટે રોકાણ કરાવી લોકોનું રોકાણ સુરક્ષીત કરાવવું.