હેરીટેજ
હડપ્પિય સંસ્ક્રુતી (ધોળાવીરા)
જિલ્લાના પાટનગર ભુજથી ૨૨૫ કિલોમીટર દૂર સ્થિત ઘોળાવીરા પૂર્વ કચ્છના ખડીર બેટમાં આવેલું છે. ઇ.સ.૧૯૭૦ ના દાયકામાં કચ્છમાં પડેલા દુષ્કાળના સમયમાં ખડીર વિસ્તારમાં ચાલી રહેલા એક રાહતકામ દરમિયાન એક મુદ્રા મળી. અને આ પછી આરંભાઇ અતિતના સ્પંદનો ઝીલવાની કવાયત. ઈસવીસન ૧૯૭૦-૭૩ ના વર્ષ દરમિયાન જગતપતિ જોશીએ ઘોળાવીરાનું આરંભિક મોજણી કાર્ય હાથ ધરતા આ સ્થળે વિશાળ હડપ્પીય નગર હોવાનું શોધી શકાયું.
તે પછી છેક ૧૯૯૧ના ગાળામાં ભારત સરકારના પુરાતત્વીય સર્વેક્ષણના શ્રીબીસ્ટ અને તેમના સાથીદારોએ ઉત્ખતન કાર્યનો આરંભ કર્યો. પરિણામે ત્રણ ભાગમાં વહેંચાયેલું એક વિરાટ સિંધુનગર પ્રકાશમાં આવ્યું. તમામ દષ્ટિએ જોતાં કંઇક ને કંઇક વિશિષ્ટતા વાળું આ નગર સિંધુ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો પૂરવાર થયો અને જેણે કચ્છને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી દીધી.હડપ્પીય ધોળાવીરા ની ખાસ ધ્યાન ખેંચે તેવી તેની કિલ્લેબંદી છે.મુખ્ય મહેલ કે જેને ‘સિટાડેલ’ કહેવામા આવે છે. તે ખુબજ મજબૂત કિલ્લાથી રક્ષવામાં આવ્યો છે.
આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પણ કચ્છનું આ શહેર (આજની જેમ) દુશ્મનો થી સાવધ હશે તે આ ઉપરથી અંદાજ કરી શકાય છે. અહી ના સુશોભિત સ્તંભો પણ વિશેષ છે. આ સ્તંભો શાના હોઇ શકે તે સંશોધનનો વિષય છે પરંતુ પુનાની ડેક્કન કૉંલેજનાપૂર્વ નિયામક ડૉ. એમકે. ધવલીકરનું માનવું છેકે આ શંકુ આકારના સ્તંભો કોઇ સ્મારક સ્તંભો હોઇ શકે છે. સિંધ્રુક!લિન લોકો કલાના ઉપાસક ન હતા એવી માન્યતાને ઘોળાવીરાએ જબરી શિકસ્ત આપી છે.ઘોળાવીરામાંથી મળી આવેલું એક વિશાળ બોર્ડ પણ રસપ્રદ છે. જેના પર સિંધુ લિપીમાં અક્ષરો લખવામાં આળ્યા છે. આ બોર્ડ પર લુગદી જેવા પદાર્થ વડે ચોડીને મણકાઓથી લખાયેલા ૧૦ અક્ષરો કે સંજ્ઞાઓ છે. જયારે પણ લિપી ઉકેલાશે ત્યારે આ બોર્ડ પરની સંજ્ઞાઓનો ઉકેલ ખૂબ જ રસપ્રદ નીવડશે એ ચોક્કસ છે.
અહી પાણીની બચત કરવા માંટૅ વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અને દૂરની નદી તેમજ ઝરણામાં પાણી લઇ આવવાની સુંદર યોજના અહીં જોઇ શકાય છે. મહેલમાં પાણીનું એક મોટું ટાંકો છે. જેમાં વિશાળ ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા છે. અને આ ગરનાળું ભૂગર્ભમાં હોવાથી કિલ્લો બંધ હોવા છતાં પણ પાણીનો આ પ્રવાહ ચાલુ રહે છે. વરસાદી પાણી ભેગું થઇ તળાવમાં ભરાય તેવી રચના પણ છે.નહાવવાનો એક મોટો હોજ પણ અહીં છે.મહેલની બાજુમાં રમત ગમતનું વિશાળ મેદાન છે. એ મેદાનની એક તરફ મહેલમાં બેઠેલી વ્યક્તિઓ અને બીજી તરફ નગરજનો બેસીને રમત ગમત કે અન્ય કાર્યક્રમો જોઇ શકે. મહેલથી થોડે દૂર ઉપલું નગર છે. જેમાં ઘનિકો અને વેપારીઓ વસતા હશે. બે થી પાંચ ઓરડાવાળા મોટા મકાનો પથ્થરોના બનાવેલા છે. ખૂબ જ વ્યવસ્થિત કાટખૂણે કપાતા રસ્તાઓ છે.વપરાયેલા પાણીના નિકાલ માટે અહીં સુંદર ગટર વ્યવસ્થા જોવા મળે છે.દરેક ઘરમાંથી નિકળતું પાણી ઘરની બહાર રહેલી ભોંખાળ જેવા માટલામાં અને ત્યાંથી ગટરમાં લઈ જવાતું.ઘરેણા બનાવવાની, મણકા બનાવવાની અને તેમા કાણાં પાડવાની હાર પણ અહીંજોવા મળી છે.
છતેડી
છતેડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય છે. હમીરસર તળાવની દક્ષિણપશ્ચિમની ૨૦ મીનીટ ના ચાલતા અંતરે જે ખુલો વિસ્તાર હતો પરંતુ આજે તમે હવે શહેરમાં છો તેવું લાગે છે, તે શાહી કેનોટાફ છે (તે લોકો માટે સ્મારકો છે જે વાસ્તવમાં દફનાવવામાં આવ્યાં નથી અને આ કિસ્સામાં, દફનવિધિ સિવાય દફનાવવામાં આવ્યાં નથી ). તે લાલ પત્થરોથી બનેલું છે. સ્થાનિક ભાષામાં “છતેડી” એટલે છત્રી. અહીં તમે શાહી રાજની ઘણી શાહી છત્રીઓ જોઈ શકશો જે મૃત રજવાડાને રક્ષણ આપવા અને છાંયડો પૂરો પાડે છે. ઘણા સ્મારકો ધરતીકંપને કારણે ખંડેર થયા છે, પરંતુ લખપત્જી, રાયધણજી બીજા અને દેસરજીના સ્મારકો હજુ પણ અકબંધ છે. સાઇટ ખૂબ જ શાંત અને ખુલ્લા મેદાનોની મધ્યમાં છે, ઇમારતોથી ઘેરાયેલી નથી. સવારે અને સાંજે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણ નો અનુભવ થાય છે, જોકે દિવસના મધ્યમાં તે તેજસ્વી સૂર્ય કીરણો હેઠળ ખૂબ ગરમ હોઈ છે. આ છતેડી ૧૭૭૦ માં શાહી પરિવારની સમાધીને ગૌરવ આપવા માટે બનાવવામાં આવી છે. તેમાં ગૂંચવણવાળા છતવાળી બહુકોણ આકાર છે અને તે જરુખાઓ છે. કેટલાક પ્રભાવશાળી અને સૌથી મોટા સમાધીઆો રાવ લખા, રાવ રાયધણ, રાવ દેસાઈ અને રાવ પ્રગમલની છે.
શરદ બાગ પેલેસ
રાજવાટિકા તરીકે ઓળખ ધરાવતો શરદબાગ પેલેસ,૧૯૯૧ સુધી કચ્છના રાજાનું નિવાસ હતું ૧૯૯૧માં કચ્છના અંતિમ રાજા મદનસિંહનું અવસાન થતા આ મહેલ હવે સંગ્રહાલય ફેરવેલ છે. ઘણા ફૂલો અને ઔષધીય વનસ્પતિઓના સુંદર બગીચાઓ આ મહેલના શાન છે. મહેલના મેદામા ઘણા સ્થળાંતર કરતા પક્ષીઓને ઘેર બનાવે છે અને તેઓ તેમના માર્ગ પર આરામ માટે રોકાય છે.
આઈના મહેલ
આઈના મહેલ એ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો. આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા. જેને કચ્છના સ્થાનિક મિસ્ત્રીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી. મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં સોનાની દોરીઓ વડે અરીસાઓ લગાવવામાં આવ્યા છે અને જે વેનેટીયન ગ્લાસના રંગથી ઘેરાયેલા અલંકારોથી અલગ પડેલા અરીસાઓથી ઢંકાયેલી હોય છે. આ મહેલમાં ભાગે ચારે બાજુ અરીસાઓ જ લગાવવામાં આવેલ છે. આ મહેલમાં તમને અનેક અરીસાઓ, જૂનાં ચલચિત્રો તેમજ ચાઈનીઝ ટાઈલ્સ અને શાહી પરિવારોની કેટલીક વસ્તુઓ પણ જોવા મળશે જેમાં જૂની તલવારો અને મુજરો કરવામાં આવતો તે જગ્યા પણ અહીં જોવા મળશે
૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ આ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે
પ્રાગ મહેલ
પ્રાગ મહેલ એ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ ૧૮૬૫માં કરાવી હતી. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલિમાં કરવામાં આવી હતી. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા. આ કારીગરોને મહેનતાણું સોનાના સિક્કાઓમાં આપવામાં આવતું. મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું. સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં શામેલ હતાં. મહેલની વિશેષતાઓમાં (૧) મુખ્ય ખંડ, જેની દિવાલ પર પશુઓના મસાલા ભરેલા માથા લટકાવ્યા છે ,(૨) દરબાર ખંડ, જેમાં તૂટેલાં ઝુમ્મર અને પ્રતિમઓ છે, (૩) કોરીન્થીયન થાંભલા, (૪) યુરોપીયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામ વાળું જાળી કામ, (૫) મહેલના પ્રાંગણમાં પાછળના ભાગે આવેલું નાનકડું મંદિર જેમાં સુંદર નક્શીકામ કરેલા પત્થરો જડેલા છે.
હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી બોલીવુડની પ્રખ્યાત ફીલ્મો અને ઘણી ગુજરાતી ફીલ્મોનું શુટીંગ અહીં થયું છે.
૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં આ મહેલને ઘણું નુકશાન થયું હતું. ૨૦૦૬માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો, ચોરો પ્રાચીન કલાકૃતિઓને લઈ ગયા અને ઘણી તોડ ફોડ કરી ગયાં. આજે, આ મહેલ ભૂતિયા ખંડેર જેવી સ્થિતીમાં છે. આ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાં પ્રવેશીને ટાવરના પગથિયા ચઢીને ઉપર જઈ શકે છે. આ ટાવર પરથી આખું શહેર દેખાય છે.
ભદ્રેશ્વર
૪૪૯ બી.સી.માં રાજા સિધસેન દ્વારા ભદ્રવતી પર શાસન કરવામા આવતું હતું, જેમણે આ સ્થળનું નવીનીકરણ કર્યું હતું. પાછળથી તેના ૫ર સોલંકી શાસકો દ્વારા શાસન કરાતું હતું, જે જૈનો હતા અને તેઓએ આ નગરીનું નામ બદલીને ભદ્રેશ્વર કર્યું. ૧૩૧૫ માં, કચ્છમાં એક ભયંકર દુકાળ થયો, જેના પછી જૈન વેપારી અને પરોપકારીવાદી જગડુશા દ્વારા નગરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. ભદ્રેશ્વર જૈન મંદીર, ભારતના સૌથી જૂના જૈન મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે. જોકે તે સમયાંતરે નવીનીકરણ કરવામાં અને પુનર્વસન કરવામાં આવ્યું છે.
ભદ્રવતિના રાજા સિદ્સેસેન દ્વારા મંદિરનું પુનર્નિર્માણ ૪૪૯ બી.સી. માં કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે દેવચંદ્ર નામના જૈન વ્યક્તિએ સદીઓ અગાઉ આ મંદિરનો પાયો નાખ્યો હતો. વર્ષ ૧૧૨૫ માં શેઠ જગડુશા દ્વારા આ મંદિરનું મોટા પ્રમાણમાં નવીનીકરણ કરાવામાં આવ્યું હતું. ધરતીકંપો જેવા કુદરતી આપત્તિઓ અને કચ્છની હોનારતના ઇતિહાસના કારણે મંદિર ઘણીવાર નાશ પામ્યું હતું , ઉલ્લેખ છે કે કચ્છના મીસ્ત્રીઓ, આર્કિટેક્ટ અને કારીગરો હતા દ્વારા ૧૮૧૯, ૧૮૪૪-૪૫ અને ૧૮૭૫ ના ધરતીકંપો દરમિયાન મંદિરનું પુનર્નિર્માણ કર્યું હતું.
નારાયણ સરોવર
નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનુ આ એક સરોવર છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે.
આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે. બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.
મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે.
અહીં કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે.
સિયોત ની ગુફા
ક્ચ્છનાં અનેક તીર્થ સ્થાનોમાં લખપત તાલુકામાં આવેલું કટેશ્વર પણ એક પૌરાણિક તીર્થધામ છે.સિયોત ગામની નજીક જંગલમાં નેદીના કિનારે અને ડુગરની તળટીમા આ સ્થાને આવ્યું છે.અહી મહાદેવ અને કાલિકા માતાનું સુંદર મંદિર અને પાણીનો કુંડ છે.આ સ્થાને એક સમયે વાઘમ ચાવડાની રાજધાની હતું. તે મહાદેવનો પરમ ભકત હતો, તેની હત્યા કરી તેના ભત્રીજા મોડ અને મનાઇએ કટેશ્વરનો કબજો લિધો અને પાછળ થી આ બન્ને મંદિરો નો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો.
કટેશ્વરમાં આવેલા ચમત્કારીત કુંડ પાછળ એક દંતકથા પણ છૂપાઈ છે. કહે છે કે વનવાસ દરમ્યાન પાંડવો અહીં આવ્યા હતા અને ભીમે આ કુંડનું નિર્માણ કર્યું છે. આસપાસના ગામના લોકો આ સ્થાનકે મરણોત્તર ક્રિયા માટે આવે છે. દર શ્રાવણ માસની અમાસ તથા આસો સુદ ચૌદસના દિવસે અહીં મેળો ભરાય છે. આ સ્થાન ભુજથી ૧૨૫ કિ.મી. દૂર છે.
પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વની કહી શકાય એવી સિયોત ગામ પાસે આવેલી કોટેશ્વરની ગુફાઓમાંથી ૧૯૯૦ના અરસામાં હજારોની સંખ્યામાં કાચી માટીની બૌદ્ધ મુદ્રાઓ મળી આવી છે જે કચ્છમાં બૌદ્ધ ધર્મના ફેલાવાના પૂરતા પ્રમાણો આપે છે. આ મુદ્રાઓ પૈકી બે મુદ્રાઓ પણ ભુજના કચ્છ મ્યુઝિયમમાં નિહાળી શકાય છે.
કોટેશ્વર મંદિર
કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.
સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે.
માતા નો મઢ
એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.
૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.
લખપતનો કિલ્લો
લખપતનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે, જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો. લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ૧૮૫૧ પહેલા સિંધુ નદીના કિનારે આવેલ બંદરની રોજની એક લાખ કોરી કમાઇ આપતું હોઇ લખપતના નામે પ્રસિદ્ધ થયેલ હતું. જો કે એક માન્યતા મુજબ કચ્છના મહારાજા લાખાએ આ બંદર વસાવતા લખપત તરીકે ઓળખાયેલ હોવાનું મનાય છે. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી હતા, જેઓને કચ્છ ક્રોમબેલ તરીકે પણ જાણીતા હતા, તેમના દ્વારા લખપતનો કિલ્લોનું બાંધકામ કરવામા આવેલ. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઉભો છે. આજે લખપતમાં મોટા ફેરફારો થયા છે, પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ ઉભો છે. કચ્છમાં ૧૮૧૯ના વર્ષમાં અને ૨૦૦૧ના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો.
પ્રવાસીઓ અહીં ઐતિહાસિક ધરોહર જોવા આવે છે. કિલ્લાની સુંદરતા અને બાંધકામ પ્રવાસીઓને વધારે આકર્ષે છે. કેટલીક ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મોના શૂટિંગ અને ફોટોગ્રાફીના લોકેશન માટે પણ લખપત હબ બન્યું છે.
કેરા શિવ મંદિર
ભુજ તાલુકાના કેરા (કપિલકોટ)માં એક સુંદર શિલ્પસભર ભગ્ન મંદિર ઊભુ છે. સવંત ૧૮૭૫ના ધરતીકંપે આ મંદિરને નુકસાન કર્યું હતું. આ શિવાલયને લાખેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. શિવાલયને રા’લાખાએ બંધાવ્યુ હોવાનું મનાય છે, પણ રવ.રામસિંહ રાઠોડ અને સ્વ. કંચનપ્રસાદભાઇ છાયાના મતે મંદિરની સ્થાપત્ય રચના મંદિરને લાખાની પહેલાના સમંયકાળમાં મૂકે છે. શક્ય છે કેકે ૨!’ લાખાએ તેનો જિર્ણોદ્ધાર કર્યો હોય.ધરતીકંપમાં મંદિરના ગર્ભાગારના શિખર વગેરેનો ભાગ બચવા પામ્યો છે તે તેના શિલ્પ સ્થાપત્યની ઉત્કૃષ્ટતતાનો ખ્યાલ આપે છે. મંદિરની ઘસાયેલી અને ક્ષીણ થયેલી કૃતિઓમાંથી પણ લાવણ્ય તરી આવે છે
મંદિરનું શિખર આકાશમાં ઉંચું છે.શિખરને ગોથીક સ્થાપત્યની રીતે પિરામીડ પ્રકારની ઢળતી છત બનાવવામાં આવી છે. અહીંની દિવાલોમાં મૈથુન શિલ્પો પણ દેખાય છે. ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગે આ મંદિરને રક્ષિત જાહેર કર્યું છે. મંદિરની જમણી દિવાલની બહારની બાજુ એક લીટીનો લેખ છે જે વંચાયો નથી.
કેરા કચ્છના પાટનગર ભુજથી ૨૫ કિલોમીટર દૃર આવેલું સુંદર નાનું નગર છે. પુરાણકાળમાં આ જ ભૂમિ પર કપિલ મુનિનો આશ્રમ હતો આથી તે કપિલગ્રામ તરીકે પણ ઓળખાતું. સિંધના નગર સમયથી કચ્છમાં આવી વસેલા મોડ અને મનાઈ નામના બે ભાઈઓએ કચ્છમાં સમા વંશની સ્થાપના કરી હતી. એમણે પોતાના ભાઇનું અને મામાનું દગાથી ખૂન કરી રાજસત્તા મેળવી હતી. પાછળથી આનો પસ્તાવો થતાં એમણે પ્રાપ્ત કરેલી જમીનન! ચાર ભાગ પાડ્યા હતા. જેમાં બે ભાગ મોડના અને એક મનાઇનો અને એક પોતાનાથી થઇ ગયેલા પાપોને ધોવા માટે પશ્ચાતાપ રૂપે દાનમાં આપવાનો પણ મનાઇએ દાનમાં આપવાની વસ્તુ પર કાળો કેર કરીને એ ભાગ પણ પોતે પચાવી પાડચો આથી મનાઇના વંશજો કેર કહેવાયા અને એ પોતે પોતાના ભાગના કપિલ!શ્રમમાં રહ્યો એટલે એ પણ કેરાઇ તરીકે ઓળખાતુ અને સમય જતાંકેરાઇમાંથી ઇ લૂપ્ત થઇ કેરા જ રહ્યું. આ કેરામાં પાછળથી લાખા ફુલાણીએ રાજ કર્યું, આ પછી કેરાની કચ્છ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ભારતના દૂર-દૂરના પ્રદેશો સુધી બોલબાલી વધી હતી.
કાળો ડુંગર
પચ્છમાઇ પીર પર્વ માળામા કાળો ડુંગર, કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર પર્વતોની ભૂસ્તરશાસ્ત્ર રચનાની રીતેકચ્છમાં સૌથી જૂનું છે જે ૧૯૦ મિલિયન વર્ષો ની વયના છે. કાળા ડુંગરના ચૂનાના પત્થર એ ભારતમાં સૌથી અનોખા છે જેમાં સંખ્યાબંધ બ્રેચીયોપોડ અવશેષો સાથે ચેર્ટ નોડ્યુલ્સ હોય છે. ચૂનાના પત્થર બેસાલ્ટ જેવા અગ્નિની ખડકો જેટલા કઠણ અને કાળા છે.
કાળાડુંગરના ખડકો જુરાસિક સમયગાળા દરમિયાન ઊંડા દરિયાની સ્થિતિ હેઠળ રચાય છે જ્યારે ડાયનાસોર ખંડોમાં ભટકતા હતા. ઊંડા પાણીમાં રહેતા પ્રાણીઓના અવશેષો કાળાડુંગરના ઉચ્ચ શિખરો પર જોવા મળે છે. કાળો રંગીન કઠણ ચૂનાના પત્થર પર પડેલા ક્રીમ રંગીન ચૂનાના પત્થરો અને છીપના ખડકો છે.
આ કદાચ માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે.
કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.
કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.
કોટાય સુર્ય મંદિર
કોટાયમાં જૂના નગરના અવશેષો તેમજ અનેક ખંડેર મંદિરો આવેલા છે જે લગભગ દસમી સદીના છે.સૂર્ય મંદિર, જેને રા લખાના અથવા લખા ફુલાનીને નામથી ઓળખવામાં આવે છે જે પશ્ચિમ તરફના દ્વાર વાળુ છે.. સીમેન્ટ ના ઉ૫ગયો વગર, અંશતઃ પીળા અને અંશતઃ લાલ પથ્થરનું બનેલા છે. આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકારનું છે જેની લંબાઈ ૮ ફૂટ ૬ ઈંચ (૨.૫૯ મીટર) છે. આ મંદિરની દિવાલો ૨ ફૂટ ૭ ઈંચ (૦.૭૯ મીટર) જાડી છે. તેના ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા માટે તેની ફરતે ૨ ફૂટ ૬ ઈંચ પહોળો ગલિયારો છે. આ ગલિયારો પથ્થરમાં કોતરેલી બે જાળીઓ માંથી આવતી પ્રાકૃતિક રોશની દ્વારા પ્રકાશિત રહે છે. આ મંદિરનું મંડપ ૧૮ ફૂટ ૯ ઈંચ (૫.૭૨ મીટર) પહોળું હતું. મંડપની માત્ર ઉત્તરી દીવાલ હવે શેષ રહી છે. તે દીવાલ પર સારી રીતે કોતરેલા શિલ્પો આવેલા છે. આ મંદિરના શિખરો પણ આઠ ત્રિકોણાકાર કૃતિઓની અલંકૃત સજાવટ છે. આ કૃતિઓ ચૈત્ય જેવા આકારની છે અને તેમને શિખરની ચારે બાજુએ મુકવામાં આવી છે. આ કૃતિઓની વચ્ચે સુંદર માનવાકૃતિઓ કોતરવામાં આવેલી છે. શિખર ઉપર ચડતા આ ત્રિકોણાકાર કૃતિ એકની ઉપર એક ઘટતા આકારમાં પુનરાવર્તિત આવી છે. શિખરના ચારે ખૂણે નાના નાના શિખરો એકની ઉપર એક એમ મુકવામાં આવેલા છે અને તેમની રચના મુખ્ય શિખરને મળતી આવે છે. શિખરની બહારની બાજુએ સુંદર અલંકૃત કોતરણી કરવામાં આવી છે. મંદિર સંકુલની આસપાસ યક્ષોની ઘણી મૂર્તિઓ આવેલી છે. મંદિરના દરવાજાને ફ્રિજ પર બે પંક્તિઓ, લિંટેલ પર ગણપતિ, અને જાંબુડીયાથી સુંદર અલંકાર સાથે કોતરવામાં આવે છે.
વિજય વિલાસ પેલેસ
વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું નિર્માણ ઈ. સ. ૧૯૨૦માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આના કારણે મહેલના બાંધકામમાં રાજપુત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્ભુત છે. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. હિન્દીના ચલચિત્રના શુટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે.
પીર ઘોષ મહમદ નો કૂબો
કચ્છનું એક સમયનું લાખોની પેદાશ આપતું નગર લખપતમાં કચ્છના ક્રોમવેલ તરીકે જાણીતા કરછ રાજ્યના લશ્કરી વડા જમાદાર ફ્તેહ મહમદે બાંધેલો લખપતનો કિલ્લો જેટલો જાણીતો છે એટલો જ જાણીતો લખપતનો પીર ઘોષ મહમદ નો કૂબો પણ છે. વિશાળ ગોળાકાર ગૂંબજ ધરાવતો આ કૂબો ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્ય ધરાવે છે. આ ગોળાકાર કૂબાને આઠ ભાગમાં વિભાજિત કરી તેના પર વેલ-પોતનું સુંદર ઝીણુ’ નક્શી કામ કરવામાં આવ્યુ છે. આ કૂબો ૬૪ ફૂટ ઊંચો છે અને તેનું બાંધકામ સંવત ૧૯૧૧ થી ૧૯૧૪ સુધી ચાલ્યું હતું. પીર તરીકે પૂજાતા પીર ઘોષ મહમદ કચ્છી કાફીઓના જાણીતા રચનાકાર હતા.