બંધ

કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય

દિશા

ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે. તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. આ અભયારણ્યની સ્થાપના ૧૯૭૨માં વન્યજીવન સુરક્ષા ધારા, ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી. અહીં ઘુડખરનું એક માત્ર નિવાસસ્થાન આવેલું છે. કચ્છનું રણ એ ખારું રણ છે. ચોમાસાં દરમિયાન એક મહિના માટે તેમાં પૂર આવે છે અને રણ ૭૪ જેટલાં નાનાં ટાપુઓમાં (જેને બેટ કહે છે) ફેરવાઇ જાય છે. આ ટાપુઓ ઘાસ-વનસ્પતિથી ભરપૂર હોય છે, જે ૨૧૦૦ જેટલી જાતિઓનાં પ્રાણીઓનું નિવાસસ્થાન બને છે. વન વિભાગ દ્વારા આ અભયારણ્યને યુનેસ્કોના મેન અેન્ડ બાયોસ્ફિયર (MAB) કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. તેમાં આ અભયારણ્યમાં જૈવિક વિવિધતા, અભ્યાસ, નિરિક્ષણ વગેરે બાબતોને આવરી લેવામાં આવશે

ફોટો ગેલેરી

  • કચ્છ વાઇલ્ડ એસ
    કચ્છ વાઇલ્ડ એસ
  • બી ઈટર
    બી ઈટર
  • ગ્લોસી આઇબીએસ
    ગ્લોસી આઇબીએસ

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું હવાઇમથક ભુજ છે

ટ્રેન દ્વારા

સૌથી નજીકનું રેલવે સ્ટેશન ધ્રાંગધ્રા છે

માર્ગ દ્વારા

સૌથી નજીકનું શહેર ધ્રાંગધ્રા છે