બંધ

માંડવી બીચ

દિશા

માંડવી બીચ અથવા દરિયા કિનારો કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે. માંડવીનો સમાવેશ ગુજરાતના સુંદર સમુદ્ર કિનારામાં થાય છે. અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. માંડવી નાનકડું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે ખૂબ જ જાણીતું શહેર છે.માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.માંડવીથી મુંબઈ, અરબસ્તાન અને આફ્રિકા આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની / આગબોટની સગવડ હતી. નજીકના આકર્ષણોમાં બ્રીટીશ રાજ્યના જમાનાનો વિજય વિલાસ મહેલ, રાવ ખેંગારજીએ બંધાયેલ સુંદરવ વૈષ્ણવ મંદિર, શેઠ તોપોને બંધાવેલ લક્ષ્મીનારાયણ મંદિર, પ્રાચિન સ્વામનિરાયણ મંદિર, અસર માતાનું મંદિર, ધોરમનાથ મંદિર, પીર તાનાસાની કબર અને રાવલ પીરનું સ્થાનક અહીં આવેલાં છે.  

ફોટો ગેલેરી

  • સનસેટ દૃશ્ય
    સનસેટ દૃશ્ય
  • ઉંટ રાઇડ
    ઉંટ રાઇડ
  • પવન ટર્બાઇન
    પવન ટર્બાઇન

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું હવાઇમથક ભુજ છે

ટ્રેન દ્વારા

નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે

માર્ગ દ્વારા

નજીકનું શહેર માંડવી છે