બંધ

કચ્છ મ્યુઝિયમ

દિશા

રાજાશાહિ જમાનાનું સંભારણું એટલે “કચ્છ મ્યુઝિયમ”. પહેલાં હુન્નરશાળા અને ત્યારબાદ મહારાવને મળેલી ભેટ-સોગાદોમાંથી ખરીદાયેલી અનેક ચીજોથી સજ્જ મ્યુઝિયમ તરીકે ભુજની સર ઓલફ્રેડ હાઇસ્કુલ પાસે આ કચ્છ મ્યુઝિયમ કચ્છ ઉપરાંત દેશ-દુનિયાના પર્યટકોને કચ્છના  રાજાશાહિ તેમજ સાંસ્ક્રુતિક વારસાના દર્શન કરાવે છે .

આ ઐતિહાસિક ઇમારતમાં ઇ.સ. ૧૮૭૭માં હુન્નરશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. મુંબઇની જે જે આર્ટ્સ કોલેજના જે ડી. એસ્પેરન્સ અહિના પ્રથમ આચાર્ય રહ્યા હતા. રાઓ ખેગારજીના લગ્ન સમયે હસ્તકળા અને વિવિધ કલાઓનાં પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ભુતપુર્વ રાજ્યે એ પ્રદર્શનમાંથી ૫૮૭૯ ચીજો ખરીદી અને એ ચીજો પ્રદર્શિત કરવા નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું, એ ચીજો આજે પણ આ મ્યુઝિયમમાં સચવાયેલી છે . આ મ્યુઝિયમનો પ્રથમ પાયાનો પથ્થર મુકનાર ફરગયુસન જે મુંબઇના ગવર્નર હતા તેમના નામે મ્યુઝિયમનું નામ “ફરગ્યુસન મ્યુઝિયમ” રાખવામાં આવ્યું હતું. પહેલાં મ્યુઝિયમ માત્ર રાજ્યના મહેમાનોને જ બતાવવામાં આવતું, અને અન્ય લોકો માત્ર દિવાળીના દિવસે જ મ્યુઝિયમ જોઇ શકતા. આઝાદી બાદ મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવતાં તેનું નામ લોકજીભે “કચ્છ મ્યુઝિયમ” થઇ ગયું. શિક્ષણખાતામાંથી અલગ થઇ આ  ગુજરાત્ મ્યુઝિયમ બોર્ડ હેઠળ વડોદરાના મ્યુઝિયમ વિભાગ હેઠળ રાખવામાં આવ્યું. ૨૦૦૧ના ધરતીકંપમાં મ્યુઝિયમને નુકસાન થવા પામ્યું હતું. તેની સુરક્ષા માટે હથિયારબંધ રક્ષકો તૈનાત રાખવામાં આવ્યા છે. 

આ મ્યુઝિયમમાં અનેક વર્ષો પુરાણા અશ્મિઓ તેમજ પુરતત્વિય અવશેષો જોવા મળે છે . અહી સિન્ધુ સંસ્ક્રુતિના અવશેષોનો બહોળો સંગ્રહ છે. અહી અત્યંત પૌરાણિક ક્ષત્રપ શિલાલેખો છે જેમાં સૌથી જૂના સંવત ૧૧ના લેખોનો સમાવેશ છે જેમાં નિર્દિષ્ટ રાજા ચષ્ટણ છે. શરુઆતના વર્ષ હોઇ શક સંવતના સ્થાપક ચષ્ટણ છે તેમ જાણી શકાય છે. આ સંવતમાં હિન્દુસ્તાનનું ગ્રિગેરીયન કેલેન્ડરના સ્થાપનાની માહિતી મળે છે જે તેનું મહત્વ છે.

શસ્ત્રો અને હથિયારના વિભાગમાં તલવાર, ખંજર તેમજ રાઇફલ્સ રાખવામાં આવ્યા છે. અહી ટીપુ સુલ્તાને ભેટમાં આપેલી તોપ, પોર્ટુગીઝની બનાવટની તોપ તેમજ ઘંટ આકારના મોર્ટર ખુબ જ મુલ્યવાન ચીજો છે.

ફોટો ગેલેરી

  • કચ્છ મ્યુઝિયમ મુખ્ય પ્રવેસ
    કચ્છ મ્યુઝિયમ મુખ્ય પ્રવેસ
  • હૈદરી તોપ
    હૈદરી તોપ
  • કચ્છ મ્યુઝિયમ જુનું પ્રવેશ દ્વાર
    કચ્છ મ્યુઝિયમ જુનું પ્રવેશ દ્વાર

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું હવાઇમથક ભુજ છે

ટ્રેન દ્વારા

નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે

માર્ગ દ્વારા

નજીકનું શહેર ભુજ છે