પિંગ્લેશ્વર
દિશાકચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. તે કચ્છથી 100 કીમી. દુર આવેલું છે. વિકાસની દ્રષ્ટિએ પણ તે એક યોગ્ય સ્થળ છે. કચ્છનું હબ ગણાતા પિંગ્લેશ્વરમાં લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની ફેસેલિટી જેમ કે, ડ્રિન્ક્સ, સર્ફ, સનબાથ વેગેરે ઉભુ કરાયેલ છે. બીચનો આંનદ માણવા આવેલા લોકોને કોઇ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે ત્યાં મોટેલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટેરિયાઝ, ટેન્ટ, કાર્વાન ફેસેલિટી ઉભી કરવાની યોજના સરકારની છે. દરિયા કાંઠે આવેલું પિંગ્લેશ્વર સુંદરતાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સ્થળ છે. ઉપરાંત ત્યાં આવેલું શિવ મંદિર ઘણું જ પ્રખ્યાત છે. જ્યાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
નજીકનું હવાઇમથક ભુજ છે
ટ્રેન દ્વારા
નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે
માર્ગ દ્વારા
માંડવી થી ૭૨ કિલોમીટર દુર આ સ્થળ માટે ભુજથી દર ૩૦ મિનિટે એસટી બસો અને થી જીપ ચાલે છે. સ્થાનિક પ્રવાસ માટે, શહેરમાં જીપ ભાડે રાખી શકાય છે.