માતા નો મઢ
દિશાએવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. જે જગ્યાએ માતાજીનુ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મંદિર બંધાવ્યું હતું
૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.
ચૈત્રી અને આશો નવરાત્રી દરમીયાન હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દેશભરમાથી પગે ચાલીને માતાના દર્શન કરી ધ્નયતા અનુભવે છેે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
નજીકનું હવાઇમથક ભુજ છે
ટ્રેન દ્વારા
નજીકનું હવાઇમથક નલીયા છે
માર્ગ દ્વારા
નજીકનું શહેર નલીયા છે