વિજય વિલાસ પેલેસ
દિશાવિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું નિર્માણ ઈ. સ. ૧૯૨૦માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આના કારણે મહેલના બાંધકામમાં રાજપુત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્ભુત છે. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. હિન્દીના ચલચિત્રના શુટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
નજીકનું હવાઇમથક ભુજ છે
ટ્રેન દ્વારા
નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે
માર્ગ દ્વારા
નજીકનું શહેર ભુજ છે