બંધ

શ્રી સ્વામિનારાયણ મંદિર

દિશા

સ્વામિનારાયણ મંદિર – સ્વામિનારાયણ સંપ્રદાયનું, ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બનાવડાવેલાં છ ઐતિહાસિક મંદિરોમાંનું એક છે. અહીં ૧૫ મે, ૧૮૨૭ (વિ.સં. ૧૮૮૨, વૈશાખ સુદ ૧૩) ના દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા સ્વયં ભગવાન સ્વામિનારાયણે કરી હતી. આ મૂળ મંદિર ભુજમાં આવેલા ભુંકંપ સમયે ક્ષતિગ્રસ્ત થતા તેને સ્થાને એક વિશાળ મંદિરનું નિર્માણ કરાયું છે. આ નિર્માણકાર્યની શરૂઆત ૭ મે, ૨૦૦૩નાં રોજ કરાઈ અને સાત વર્ષે, ૧૮ મે, ૨૦૧૦ના રોજ કાર્ય પૂર્ણ થયું. સ્વામિનારાયણ મંદિરનું કળશ, દરવાજા અને મૂર્તિ માટેનું સિંહાસન સોનામાંથી બનાવવામાં આવ્યું છે જ્યારે, સ્તંભો અને છત સંગે મર મરથી બનાવ્યા છે. ભુજનું આ મંદિર પ્ એકર જમીનમાં ૧૦૦ કરોડ રૂપિયાથી બનાવવામાં આવ્યું છે. સફેદ માર્બલ પર સજાયેલા શ્રી સ્વામીનારાયણ મંદિરના પવિત્ર દર્શન કરવા. બંસી પહાડ ગુલાબી પત્થરોથી બનાવેલો અહીંનો પ્રવેશદ્વાર જાણે આપણને દેવદર્શન કરવા માટે આકર્ષિત કરે છે. સ્વામિનારાયણ મંદિર ભારતના પશ્ચિમી વિસ્તારમાં મંદિરની શોભા વધારે છે અને પોતે નરનારાયણ દેવ પોતાના રૂપમાં અહીં મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. મંદિરના કેન્દ્રીય ગર્ભગૃહમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. પૂર્વ કળશની નીચે કેન્દ્રીય ગુંબજ પર ભગવાનની આ અભિવ્યક્તિઓના સિવાય રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને પશ્ચિમી કળશમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. મંદિરની અંદર ગણપતિ અને હનુમાનની છબીઓ ચોરાહા પર અંકિત કરવામાં આવી છે.

ફોટો ગેલેરી

  • ફ્રન્ટ સ્ટેચ્યુ
    ફ્રન્ટ સ્ટેચ્યુ
  • મુખ્ય દ્વાર
    મુખ્ય દ્વાર
  • રાત્રે રંગીન લાઈટો દ્વારા પ્રકાશિત
    રાત્રે રંગીન લાઈટો દ્વારા પ્રકાશિત

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું હવાઇમથક ભુજ છે

ટ્રેન દ્વારા

નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે

માર્ગ દ્વારા

નજીકનું શહેર ભુજ છે