કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય
દિશાભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે. તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. આ અભયારણ્યની સ્થાપના ૧૯૭૨માં વન્યજીવન સુરક્ષા ધારા, ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી. અહીં ઘુડખરનું એક માત્ર નિવાસસ્થાન આવેલું છે. કચ્છનું રણ એ ખારું રણ છે. ચોમાસાં દરમિયાન એક મહિના માટે તેમાં પૂર આવે છે અને રણ ૭૪ જેટલાં નાનાં ટાપુઓમાં (જેને બેટ કહે છે) ફેરવાઇ જાય છે. આ ટાપુઓ ઘાસ-વનસ્પતિથી ભરપૂર હોય છે, જે ૨૧૦૦ જેટલી જાતિઓનાં પ્રાણીઓનું નિવાસસ્થાન બને છે. વન વિભાગ દ્વારા આ અભયારણ્યને યુનેસ્કોના મેન અેન્ડ બાયોસ્ફિયર (MAB) કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. તેમાં આ અભયારણ્યમાં જૈવિક વિવિધતા, અભ્યાસ, નિરિક્ષણ વગેરે બાબતોને આવરી લેવામાં આવશે
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું
વિમાન દ્વારા
નજીકનું હવાઇમથક ભુજ છે
ટ્રેન દ્વારા
સૌથી નજીકનું રેલવે સ્ટેશન ધ્રાંગધ્રા છે
માર્ગ દ્વારા
સૌથી નજીકનું શહેર ધ્રાંગધ્રા છે