કચ્છના લોકો
કચ્છ ગુજરાતનો સાંસ્કૃતિક જીલ્લો છે. કચ્છમાં બોલાતી ભાષા કચ્છી, સિંધી, ગુજરાતી અને હિન્દી છે. કચ્છ જીલ્લામાં વિવિધ ધર્મ અને સમુદાયના લોકો વસે છે. કચ્છમાં રહેલા ભિન્ન જાતીઓ ભૌતિક, સેમિ-નોમાડિક અને કારીગરોના જૂથો મા વહેચી શકાય છે. મોટાભાગની વસ્તી હિંદુ અને જૈન છે અને આમ મોટાભાગે લોકો શાકાહારી છે .
કચ્છિ ૫હેરવેશ અને પોશાક અનન્ય છે અને કેટલાક તો ખૂબ જ મોંઘા ૫ણ છે. મિરર વર્ક અને ભરતકામનું કામ સમુદાય અથવા વંશીય જૂથને ધ્યાનમાં લીધા વગર કચ્છી હસ્તકલાનો અભિન્ન અંગ છે, જો કે દરેકની કાર્યશૈલી અલગ છે. વાસ્તવમાં વિવિધ સમુદાયોને હસ્તકલા અને ડ્રેસ અથવા પોશાકની પેટર્ન દ્વારા ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે, ગરાસીયા જત સ્ત્રીઓ ફક્ત લાલ અથવા કાળી ચુનિ પહેરતી હોય છે જ્યારે રબારી સ્ત્રીઓ કાળા ખુલ્લા બ્લાઉઝ અથવા ચૉલી પહેરે છે અને ઓઢણી વડે માથું ઢાંકે છે.
ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ સમગ્ર વર્ષ દરમિયાન ચાણીયા ચોળી પહેરે છે, ચાણીયા ચોળીની ઘણી ડિઝાઇન અને ફેશન છે. વિશિષ્ટ કચ્છિ પોશાક ‘અાભા’ અથવા ‘કાંજારી’ વગર અધુરો છે. ‘આભા’ એ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી વિશિષ્ટ ચોળીનું નામ છે અને ‘કાન્જારી’ એક લાંબુ બ્લાઉઝ છે જે સુંદર એમ્બ્રોઇડરી અને મિરર કામ કરે છે. કચ્છમાં મોટાભાગના પુરુષો ખુલ્લા વસ્ત્રો પહેરતા હોય છે, લાંબી બાયના જેકેટ, ટૂંકા કોટ. સાદા અથવા રેશમ-બોર્ડર્ડ કપડા વિગેરે પુરુષો પહેરતા હોય છે. સામાન્ય રીતે પુરુષો સફેદ કપડા પસંદ કરે છે.