જોવાલાયક સ્થળો
દાદા મેકરણ મંદીર – ધ્રંગ
વિક્રમ સંવંત – ૧૭૨૦ માં સંત મેકરણ દાદા નો જન્મ થયો હતો. તેમણે લગભગ આખી જિંદગી કચ્છના રણમાં પાર કરી, આ માનવતાવાદી સેવાઓ કરી. અંતીમ જીવનમાં વિક્રમ સંવંત ૧૭૮૬મા તેમણે પોતાની જાતને ધ્રંગ ખાતે સથીર કરી
તેમણે પોતાનું આખું જીવન કચ્છના રણમાં ગાળ્યું, રણમાં ભુલા પડેલ લોકોને તેમણ ખોરાક, પાણી અને આશ્રયની સેવા આપી જાન બચાવ્યા હતા. તેમના બે જોડીદારો “લાલિયો”, ગધેડો અને “મોતીયો”, કૂતરો હરરમેશ તેમની સાથે જ રહેતા હતા. પાણી અને ખોરાક “લાલીયો” ગધેડો પર લાદવા માટે અને “મોતીયો” કુતરાને રણમાં માર્ગ ભુલી ભટેકલ મુસાફરોને શોધવા માટેની તાલીમ આપી હતી.આમ તેઓ ભૂખ્યા, તરસ્યા અને માર્ગ ભુલેલ મુસાફરો અને કચ્છના રણમાંથી પસાર થતા મુસાફરોને પાણી, ખોરાક અને દિશા પ્રદાન કરતા હતા. તેઓ એક સારા કવિ હતા અને હિન્દુ ફિલસૂફીના આધારે અનેક સ્તોત્રોની રચ્યા કરી હતી. અહીર સમુદાય દ્વારા લક્ષ્મણના પુનઃ અવતાર તરીકે તેમની પૂજા કરવામાં આવે છે.
ભદ્રેશ્વર (વસહી) જૈન મંદિર
૪૪૯ બી.સી.માં રાજા સિધસેન દ્વારા ભદ્રવતી પર શાસન કરવામા આવતું હતું, જેમણે આ સ્થળનું નવીનીકરણ કર્યું હતું. પાછળથી તેના ૫ર સોલંકી શાસકો દ્વારા શાસન કરાતું હતું, જે જૈનો હતા અને તેઓએ આ નગરીનું નામ બદલીને ભદ્રેશ્વર કર્યું. ૧૩૧૫ માં, કચ્છમાં એક ભયંકર દુકાળ થયો, જેના પછી જૈન વેપારી અને પરોપકારીવાદી જગડુશા દ્વારા નગરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. ભદ્રેશ્વર જૈન મંદીર, ભારતના સૌથી જૂના જૈન મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે. જોકે તે સમયાંતરે નવીનીકરણ કરવામાં અને પુનર્વસન કરવામાં આવ્યું છે.
ભદ્રવતિના રાજા સિદ્સેસેન દ્વારા મંદિરનું પુનર્નિર્માણ ૪૪૯ બી.સી. માં કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે દેવચંદ્ર નામના જૈન વ્યક્તિએ સદીઓ અગાઉ આ મંદિરનો પાયો નાખ્યો હતો. વર્ષ ૧૧૨૫ માં શેઠ જગડુશા દ્વારા આ મંદિરનું મોટા પ્રમાણમાં નવીનીકરણ કરાવામાં આવ્યું હતું. ધરતીકંપો જેવા કુદરતી આપત્તિઓ અને કચ્છની હોનારતના ઇતિહાસના કારણે મંદિર ઘણીવાર નાશ પામ્યું હતું , ઉલ્લેખ છે કે કચ્છના મીસ્ત્રીઓ, આર્કિટેક્ટ અને કારીગરો હતા દ્વારા ૧૮૧૯, ૧૮૪૪-૪૫ અને ૧૮૭૫ ના ધરતીકંપો દરમિયાન મંદિરનું પુનર્નિર્માણ કર્યું હતું.
કોટાઈ મંદિર (સૂર્ય મંદિર)
કોટાયમાં જૂના નગરના અવશેષો તેમજ અનેક ખંડેર મંદિરો આવેલા છે જે લગભગ દસમી સદીના છે.સૂર્ય મંદિર, જેને રા લખાના અથવા લખા ફુલાનીને નામથી ઓળખવામાં આવે છે જે પશ્ચિમ તરફના દ્વાર વાળુ છે.. સીમેન્ટ ના ઉ૫ગયો વગર, અંશતઃ પીળા અને અંશતઃ લાલ પથ્થરનું બનેલા છે. આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકારનું છે જેની લંબાઈ ૮ ફૂટ ૬ ઈંચ (૨.૫૯ મીટર) છે. આ મંદિરની દિવાલો ૨ ફૂટ ૭ ઈંચ (૦.૭૯ મીટર) જાડી છે. તેના ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા માટે તેની ફરતે ૨ ફૂટ ૬ ઈંચ પહોળો ગલિયારો છે. આ ગલિયારો પથ્થરમાં કોતરેલી બે જાળીઓ માંથી આવતી પ્રાકૃતિક રોશની દ્વારા પ્રકાશિત રહે છે. આ મંદિરનું મંડપ ૧૮ ફૂટ ૯ ઈંચ (૫.૭૨ મીટર) પહોળું હતું. મંડપની માત્ર ઉત્તરી દીવાલ હવે શેષ રહી છે. તે દીવાલ પર સારી રીતે કોતરેલા શિલ્પો આવેલા છે. આ મંદિરના શિખરો પણ આઠ ત્રિકોણાકાર કૃતિઓની અલંકૃત સજાવટ છે. આ કૃતિઓ ચૈત્ય જેવા આકારની છે અને તેમને શિખરની ચારે બાજુએ મુકવામાં આવી છે. આ કૃતિઓની વચ્ચે સુંદર માનવાકૃતિઓ કોતરવામાં આવેલી છે. શિખર ઉપર ચડતા આ ત્રિકોણાકાર કૃતિ એકની ઉપર એક ઘટતા આકારમાં પુનરાવર્તિત આવી છે. શિખરના ચારે ખૂણે નાના નાના શિખરો એકની ઉપર એક એમ મુકવામાં આવેલા છે અને તેમની રચના મુખ્ય શિખરને મળતી આવે છે. શિખરની બહારની બાજુએ સુંદર અલંકૃત કોતરણી કરવામાં આવી છે. મંદિર સંકુલની આસપાસ યક્ષોની ઘણી મૂર્તિઓ આવેલી છે. મંદિરના દરવાજાને ફ્રિજ પર બે પંક્તિઓ, લિંટેલ પર ગણપતિ, અને જાંબુડીયાથી સુંદર અલંકાર સાથે કોતરવામાં આવે છે.
કાળો ડુંગર
પચ્છમાઇ પીર પર્વ માળામા કાળો ડુંગર, કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર પર્વતોની ભૂસ્તરશાસ્ત્ર રચનાની રીતેકચ્છમાં સૌથી જૂનું છે જે ૧૯૦ મિલિયન વર્ષો ની વયના છે. કાળા ડુંગરના ચૂનાના પત્થર એ ભારતમાં સૌથી અનોખા છે જેમાં સંખ્યાબંધ બ્રેચીયોપોડ અવશેષો સાથે ચેર્ટ નોડ્યુલ્સ હોય છે. ચૂનાના પત્થર બેસાલ્ટ જેવા અગ્નિની ખડકો જેટલા કઠણ અને કાળા છે.
કાળાડુંગરના ખડકો જુરાસિક સમયગાળા દરમિયાન ઊંડા દરિયાની સ્થિતિ હેઠળ રચાય છે જ્યારે ડાયનાસોર ખંડોમાં ભટકતા હતા. ઊંડા પાણીમાં રહેતા પ્રાણીઓના અવશેષો કાળાડુંગરના ઉચ્ચ શિખરો પર જોવા મળે છે. કાળો રંગીન કઠણ ચૂનાના પત્થર પર પડેલા ક્રીમ રંગીન ચૂનાના પત્થરો અને છીપના ખડકો છે.
આ કદાચ માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે.
કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.
કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.
હાજી પીર દરગાહ
હાજીપીર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી એક દરગાહ છે. આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે તેઓ આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની સેનામાં એક સિપાહી તરીકે આ સ્થળે આવ્યા હતાં. તેમણે સેનામાંથી નિવૃત્તિ મેળવી અને નારા ખાતે સ્થાયી થયા. તેઓ બહારવટીયાઓથી ગાયોનું રક્ષણ કરતાં મૃત્યુ પામ્યા હતાં. તેમણે હજ કરી હતી તેથી તેમને હાજીપીર તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ ઝિન્દા પીર કે વાલી પીર તરીકે પણ ઓળખાય છે
ચૈત્ર મહિનાના (એપ્રિલ) પ્રથમ સોમવારે અહીં વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો તે સમયે અહીં આવે છે અને સાથે સાથે નજીકમાં આવેલ કરોલ પીર દરગાહના દર્શન પણ કરે છે.
કોટેશ્વર મંદિર
કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.
સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે.
નારાયણ સરોવર
નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનુ આ એક સરોવર છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે.
આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે. બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.
મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે.
અહીં કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે.
માતા નો મઢ
એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.
૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.
નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ
નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં હિન્દુઓના યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું, આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે. અહીં મુખ્યત્વે ચિંકારાઓ જોઈ શકાય છે. આ ઉપરાંત બસ્ટાર્ડ (bustard) ની ત્રણે પ્રજાતિ જેમાં ઘોરાડ, હોઉબાબર બસ્ટાર્ડ (Houbara Bustard) અને લેસર ફલોરીકન (Lesser Florican) જોવા મળે છે. રણપ્રદેશનું પક્ષી એવું બલેક પાર્ટીજ (Black Partridge), ૧૮ પ્રકારની સર્પ પ્રજાતિ અને ૧૮૪ પ્રકારનાં પક્ષીઓ જેમાં ૧૯ પ્રકારનાં રેપટર (raptor) પણ અહીં જોવા મળે છે. વનસ્પતિમાં ગોરડ, પીલુ, થોર, ગુગળ, બોરડી અને બાવળ જેવાં ૩ થી ૫ મી. ઊંચા કાંટાળા વૃક્ષો સહીત ૨૫૨ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આ ઉપરાંત મોટાભાગે ઘાસીયાં મેદાન અને ઝાંખરાઓ આવેલાં છે. આ સરોવર ક્ષેત્રને ૧૯૮૧માં નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. આ અભયારણ્યનું ક્ષેત્રફળ ૪૪૪.૨૩ ચો.મી. છે
લખપતનો કિલ્લો
લખપતનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે, જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો. લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ૧૮૫૧ પહેલા સિંધુ નદીના કિનારે આવેલ બંદરની રોજની એક લાખ કોરી કમાઇ આપતું હોઇ લખપતના નામે પ્રસિદ્ધ થયેલ હતું. જો કે એક માન્યતા મુજબ કચ્છના મહારાજા લાખાએ આ બંદર વસાવતા લખપત તરીકે ઓળખાયેલ હોવાનું મનાય છે. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી હતા, જેઓને કચ્છ ક્રોમબેલ તરીકે પણ જાણીતા હતા, તેમના દ્વારા લખપતનો કિલ્લોનું બાંધકામ કરવામા આવેલ. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઉભો છે. આજે લખપતમાં મોટા ફેરફારો થયા છે, પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ ઉભો છે. કચ્છમાં ૧૮૧૯ના વર્ષમાં અને ૨૦૦૧ના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો.
પ્રવાસીઓ અહીં ઐતિહાસિક ધરોહર જોવા આવે છે. કિલ્લાની સુંદરતા અને બાંધકામ પ્રવાસીઓને વધારે આકર્ષે છે. કેટલીક ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મોના શૂટિંગ અને ફોટોગ્રાફીના લોકેશન માટે પણ લખપત હબ બન્યું છે.
રવેચી માતા મંદિર
રવેચી માતાજીનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રવ ગામ પાસે આવેલ એક પૌરાણિક મંદિર છે. દેવીસર તળાવના કાંઠે, ઘટાદાર વૃક્ષો વચ્ચે આવેલ આ મંદિર પરિસર રમણીય છે આ મંદિર ઈ. સ. ૧૮૨૧ (સંવત ૧૮૭૮)ના વર્ષમાં £૬૩૩ પાઉન્ડ (૨૪,૦૦૦ કચ્છ કોરી) ના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ૩૦ ફીટ લાંબુ, ૧૭ ફીટ પહોળું અને ૫૪ ફીટ ઊંચાઇની સાથે બે ગુંબજો ધરાવે છે. જેમાં પ્રથમ ૭ ચોરસ ફીટ અને બીજો ૧૪x૭ ફીટનો છે. મંદિરનો મુખ્ય ભાગ ૧૪ ફીટ x ૧૩ ફીટ વિસ્તાર પર ૪૪ ફીટ ઊંચાઇ પર છે. મંદિરના મધ્ય ભાગમાં રવેચી માતાની વિશાળ મૂર્તિ આવેલી છે, જે વાગડ વિસ્તારમાં બહુ માન્યતા ધરાવે છે. આ ઉપરાંત ખોડિયાર માતા, આશાપુરા માતા, સામબાઈ માતા તેમ જ અંબા માતાની પ્રતિમાઓ છે. તે પહેલાના સમયનું મંદિર, જે ૯ ગુંબજ ધરાવતું હતું અને પાંડવો દ્વારા બાંધવામા આવ્યું હતું, તેનો બાબી સૈન્ય દ્વારા વિનાશ કરી દેવામાં આવ્યો હતો તેમ મનાય છે. મંદિરની દિવાલના ખૂણા પર પાળિયો આવેલો છે, જેના પર ઇ.સ. ૧૨૭૧ (સંવત ૧૩૨૮, શ્રાવણ વદ ૨, શુક્રવાર)ના સમયનો લેખ છે
આ મંદિર પરિસર ખાતે શીતળા માતા, ગણપતિ, હનુમાનજી, વાસંગી ખેતરપાળની પ્રતિમાઓ અને પંચમુખા મહાદેવનું મંદિર, કામધેનુ ગાયની દેરી તેમ જ મહંતની દેરી આવેલ છે.
છારી-ઢંઢ
છારી-ઢંઢ જળપ્લાવીત ભૂમિ સંરક્ષીત અભયારણ્ય, ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા જળપ્લાવીત ક્ષાર ભૂમિ એટલે કે કચ્છના રણ અને બન્ની શુષ્ક ઘાસના મેદાનની કિનારે આવેલું છે. હાલમાં તે કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જંગલ હેઠળ સુરક્ષિત ક્ષેત્ર છે. છારી નો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવીત ક્ષેત્ર. નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે. આ એક મોસમી જળપ્લાવીત-રણ છે અને માત્ર ચોમાસામાં ઉત્તર તરફ વહેતા નદી નાળા અને આસપાસની ટેકરીઓના વિશાળ જળગ્રાહી ક્ષેત્રના પાણી દ્વારે કાદવ યુક્ત બને છે. આ ક્ષેત્ર ૮૦ ચો. કિ. મી વિસ્તારમાં ફેલાયેલું છે. તે ભુજથી વાયવ્ય દિશામાં ૮૦ કિમી દૂર નખત્રાણા તાલુકાના ફુલય ગામથી ૭ – ૮ કિમી દૂર આવેલું છે. આ સ્થળ ચોમાસા અને શિયાળામાં સ્થળાંતર કરીને આવતાં લગભગ બે લાખ યાયાવર અને નાશપ્રાય પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે. ચોમાસામાં પાણીની વિપુલતાને કારણે ભારતના આ અનન્ય જળપ્લાવીત ક્ષેત્રમાં ઘણાં પક્ષીઓ આકર્ષાઈને આવે છે. સમાગમકાળના પીંછા ધરાવતા હજારો સુરખાબ, સામાન્ય બગલાઓ અને અન્ય જળપ્લાવીત વિસ્તારના પક્ષીઓ જેવા કે સેંકડો સ્ટોર્ક અને ચમચાચાંચ અને બીજી જાતિના પક્ષીઓ અહીં આવે છે. આ સાથે ચિંકારા, વરુ, હેણોતરો, રણબિલાડી અને રણ શિયાળ સાથે અન્ય નાશપ્રાય પક્ષીઓ પણ અહીં જોવામાં આવે છે
કચ્છમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે એક ઇકો-ટૂરિઝમ પ્રવાસના ક્ષેત્રે છારી-ઢંઢ એક મનોહર અને સમૃદ્ધ ક્ષેત્ર છે
કંથકોટ કિલ્લો
કંથકોટનો કિલ્લો ખડકાળ ટેકરી પર આવેલો જૂનો કિલ્લો છે, જે ૫ કિમીના પરિઘ વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લાની દિવાલો મોટા પથ્થરોની બનેલી અને અમુક જગ્યાએથી નાના પથ્થરોથી સમારકામ કરેલી છે. કંથકોટ ૮મી સદીમાં કાઠીઓની રાજધાની હતું એમ મનાય છે, અને ત્યાર પછી ચાવડાઓએ તેમની પાસેથી કંથકોટનો કબ્જો મેળવ્યો હતો. લોકકથા મુજબ હાલનો કિલ્લો ઇ.સ. ૮૪૩ (સંવત ૯૦૦)ની સાલમાં બંધાવવાનો શરૂ થયો હતો. કિલ્લાની દિવાલનો એક ભાગ કંઠડનાથની ધૂણી પરથી પસાર થતા તેમના ક્રોધને કારણે કિલ્લાનો નાશ થયો હતો. કિલ્લો બાંધકાર કરનારે તેમના પરથી કિલ્લાનું નામ પાડ્યું અને પછી કિલ્લો પૂર્ણ થયો. ૧૦મી સદીની મધ્યમાં, કંથદુર્ગના નામથી કિલ્લો પ્રચલિત હતો જ્યાં ચાલુક્ય-સોલંકી રાજા મૂળરાજ કલ્યાણની ચાલુક્ય શાસક તૈલપ બીજાથી ભાગીને સંતાયો હતો. ૧૧મી સદીમાં કિલ્લામાં મહમદ ગઝનીથી બચવા ભીમ પહેલાએ અહીં આશરો લીધો હતો. ઇ.સ. ૧૧૪૩માં કંથગામ અથવા કંથકોટના રાજાએ અણહિલવાડ પાટણના કુમારપાળની વિરુદ્ધ નાગોર સરદારની સાથે બળવો કર્યો હતો.
૧૩મી સદીમાં ઇ.સ. ૧૨૭૦ સુધી કંથકોટ વાઘેલા વંશનું પાટનગર હતું. વાઘેલા સરદારે કંથકોટની સાથે તેની પુત્રી મનાજ સામાના પુત્ર સાદને આપી, સાદના પુત્ર ફુલે કિલ્લાનું નામ કંથદુર્ગ પાડ્યું હતું.
ઇ.સ. ૧૮૧૬માં બ્રિટિશ કર્નલ ઇસ્ટ દ્વારા કિલ્લેબંધનો નાશ કરાયો હતો અને ઇ.સ. ૧૮૧૯માં કચ્છ રાજ્યે બ્રિટિશ આધિપત્ય સ્વીકાર્યું હતું. તેમ છતાં, કંથકોટનો કિલ્લો ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી જાડેજા શાસકો જોડે રહ્યો.
ટેકરીની પશ્ચિમ દિશામાં બે મોટા ઊંડા કૂવા અને રેતિયા પથ્થરોથી બનેલી એક ખંડેર વાવ આવેલી છે. આ કૂવામાંથી એક ભમ્મરિયો કૂવો ૧૨ ફૂટનો વ્યાસ ધરાવે છે અને ૭૬ ફૂટ ઊંડો છે, બીજો કૂવો નવઘણ તરીકે ઓળખાય છે, જે ૬૩ ફીટ ઊંડો છે. ટેકરીની ઉપર ત્રણ મંદિરો આવેલા છે, જેમાંનું એક કંઠડનાથનું, બીજું જૂનું મંદિર મહાવીરનું અને ત્રીજું મંદિર સૂર્ય મંદિર છે. કંઠડનાથનું મંદિર ટેકરીના પશ્ચિમ ખૂણાએ ઇ.સ. ૧૮૨૦માં દેદા જાડેજાઓ વડે બાંધવામાં આવ્યું હતું જે ઇ.સ. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપમાં નાશ પામેલા ઇ.સ. ૧૨૭૦માં મોડ સામ્માએ બંધાવેલા વિશાળ મંદિર વિશાળ મંદિરની જગ્યાએ બનાવેલું. હાલનું મંદિર ઊંચા પાયા પર ઘુંમટ સાથે ૨૮ ફીટ x ૧૪ ફીટ પહોળું અને ૨૮ ફીટ ઊંચું છે. તે ચાર સ્થંભો ધરાવે છે અને ગર્ભગૃહમાં પગ વાળીને બેઠેલા કંઠડનાથની સફેદ આરસની પ્રતિમા ધરાવે છે.
મહાવીરનું જૈન મંદિર મોટાભાગે ખંડિત છે અને બે મંડપો ધરાવે છે. પ્રવેશ ગૃહના સ્થંભ પરનું લખાણ ઇ.સ. ૧૨૮૩ (સંવત ૧૩૪૦)નું છે જે અાત્મદેવનાથના પુત્રો લાખા અને સોહી મંદિરના શિલ્પકારો છે એમ દર્શાવે છે. બહારની બાજુએ મૂકેલ તકતી આત્મદેવનો પુત્ર પાસિલ મંદિર બાંધનાર છે એમ કહે છે. મંદિરનું બાંધકાર કરનાર કુટુંબ ભદ્રેશ્વરના જગડુશાના સંબંધીઓ હતા એમ મનાય છે.
જૈન મંદિરની બાજુમાં જૂનું સૂર્ય મંદિર આવેલું છે, જે કાઠીઓના માનીતા દેવ હતા. અહીં આવેલું લખાણ રૂદ્રની પ્રશંસાના શ્લોકો ધરાવે છે. મંદિરમાં સૂર્ય દેવની મૂર્તિ પુરુષ અને સ્ત્રી સેવકો બે બાજુએ ધરાવે છે. મૂર્તિ જોકે વિષ્ણુ જેવી વધુ લાગે છે. મંદિરની નજીક પાળિયાઓ આવેલા છે.
તેરા નો કિલ્લો
દેશળજી પ્રથમ (૧૭૧૮ – ૧૭૪૧)ના શાસન દરમિયાન તેરાની જાગીર સોંપાતા આ કિલ્લો જાડેજાઓ શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો.મહારાવ લખપતજીના શાસન (૧૭૪૧-૧૭૬૦) દરમિયાન યુદ્ધમાં કિલ્લો ભારે નુકશાન પામ્યો હતો. તેરા જાગીરના સુમરાજી ઠાકોરે કચ્છના રાવ સાથે ખરાબ ભાષામાં વાત કરતા લખપતજીએ તેરામાં સેના મોકલી હતી. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત યુદ્ધમાં તોપો વપરાઇ હતી. તોપગોળા વડે મોટાભાગનો કિલ્લો નાશ પામ્યો હતો. ત્રણ મહિનાની ઘેરાબંધી પછી સુમરાજીએ માફી માંગીને શરણાગતિ સ્વીકારી હતી. ૧૮૧૯ના ધરતીકંપમાં આ કિલ્લો નુકશાન પામ્યો હતો અને પછીથી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું આ કિલ્લો હવે કચ્છનું એક પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે.
કોઠરા જૈન મંદિર
૧૬ મા તીર્થંકર શાંતિનાથને સમર્પિત જૈન મંદિર. મંદિરનું બાંધકામ ૧૮૬૧ માં માઘ મહિનાના ૧૩ મા દિવસે કરવામાં આવ્યું હતું (વી.સ. ૧૯૧૯). મંદિર ૪૦,૦૦૦ પાઉન્ડની કિંમતે બાંધવામાં આવ્યું હતું, જે તે સમયે કચ્છમાં સૌથી મોંઘું મંદિર માનવામાં આવતું હતું. મંદિરના નિર્માણ માટે અડધા ભાગ શાહ વેલ્જી માલુ અને શાહ કેશવજી નાયકે આપ્યો હતો,બાકીનો ભાગ શિવજી નેન્સી અને કોઠારાના ઓસ્વાલ વાણીયાઓએ સરખા ભાગમાં આપ્યા હતા. તે અમદાવાદના જૈન મંદિરની કરીગરીની રીતે, સખરાઈના સલાટ નાથુની દેખરેખ હેઠળ કચ્છ કાર્યકરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. શાંતિનાથની પ્રતિમાની પ્રાણપ્રતીષ્ઠા, ઔપચારિક રીતે અચલગછ આચાર્ય રત્નાસાગરસુરી દ્વારા કરવામાં આવી હતી. કેશવજી નાયક, જે પાલીતાણાના મંદિરો પરની કવિતાના લેખક હતા અને જેઓ અહીના વતની હતા, તેમન નામ પરથી આ મંદિરનું નામ ‘કલ્યાણ ટુંક’ પણ છે
આ મુખ્ય મંદિરની સરખામણી મરૂપ્રભા મંદિર સાથે કરવામાં આવે છે. કચ્છના મિસ્ત્રીઓને, આ સદીઓ જૂના સુંદર જૈન મંદિરોના મુખ્ય આર્કિટેક્ટ ગણવામાં આવે છે.
જખ બોંતેરા
આઠમી સદીમાં, પુંવર રાજા સંઘાર જાતિના લોકો પર દમન કરતો હતો. તેમણે જખોની મદદ માંગી. પરિણામે બોંતેર જખો આવ્યા અને તેમણે પુંવર્ણોગઢથી ૩ માઈલ દૂર આવેલી ટેકરીમાં પડાવ નાખ્યો અને પુંવર્ણોગઢ અને પુંવરનો નાશ કર્યો. સંઘાર લોકોએ જખોના સરદાર કકડ ના સન્માનમાં તે ટેકરીને કકડગઢ કે કકડભીટ નામ આપ્યું. તેમને આ ગોરા ઘોડેસવાર લડવૈયાઓ દૈવી યક્ષ સમાન લાગતાં હતાં આથી તેમને યક્ષ કહ્યા જેનું અપભ્રંશ પછીથી જખ થયું. તેમના માનમાં સંઘાર લોકોએ ૭૨ ઘોડેસવારોની મૂર્તિ દક્ષિણા દિશા સામે મુકી, તેને પુંવર્ણોગઢમાં એક ઓટલા પર સ્થાપી અને ત્યાં વાર્ષિક મેળો શરૂ કર્યો. દંતકથા જખને ઐતિહાસિક નગર પુંવર્ણોગઢમાં સાથે જોડે છે, આ ખંડેર હાલમાં કચ્છ જીલ્લાના મંજલ ગામના, ઉત્તર-પશ્ચિમમાં લગભગ બે માઇલ સ્થિત છે.
આજુબાજુની ટેકરીઓના નામ જખો સામે તેમને ધ્રુજારી અનુસાર રાખવામાં આવ્યા છે જેમ કે, નાનાઓ (ડુબાડનાર), ધ્રબવો (ધ્રુજાવનાર), લાખડિયો (લથડાતો, પાણી સમાન અસ્થિર ), અધો ચીની (ચીરાયેલો) વગેરે. તેમાંની એક ટેકરી કકડભીટ કે કકડભટ તરીકે ઓળખાય જે ૭૨ પૈકી સૌથી નાના જખનું નામ હતું
આઈના મહેલ
આઈના મહેલ એ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો. આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા. જેને કચ્છના સ્થાનિક મિસ્ત્રીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી. મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં સોનાની દોરીઓ વડે અરીસાઓ લગાવવામાં આવ્યા છે અને જે વેનેટીયન ગ્લાસના રંગથી ઘેરાયેલા અલંકારોથી અલગ પડેલા અરીસાઓથી ઢંકાયેલી હોય છે. આ મહેલમાં ભાગે ચારે બાજુ અરીસાઓ જ લગાવવામાં આવેલ છે. આ મહેલમાં તમને અનેક અરીસાઓ, જૂનાં ચલચિત્રો તેમજ ચાઈનીઝ ટાઈલ્સ અને શાહી પરિવારોની કેટલીક વસ્તુઓ પણ જોવા મળશે જેમાં જૂની તલવારો અને મુજરો કરવામાં આવતો તે જગ્યા પણ અહીં જોવા મળશે
૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ આ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે
પૂર્ણશ્વર મંદિર
પૂર્વેશ્વર મંદિર એ એક પ્રાચીન મંદિર છે જે ૯ મી અથવા ૧૦ મી સદી એ.ડી. નુ હોવાનુ મનાય છે. તે ઉચ્ચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યુ છે અને પ્રાચીન શિલ્પો અને ચિત્રો માટે જાણીતું છે. લોકો અહીં પ્રદર્શિત થતા પ્રાચીન સમયની સ્થાપત્ય શૈલીનું અવલોકન કરવા ખાસ કરીને આ સ્થાન પર આવે છે, જે આ સ્થળ ખુબજ પ્રાચીન હોય તેની સાક્ષી આપે છે.ગાંધીધામના પૂર્ણશ્વર મંદિરની સૌથી મહત્વની વિશેષતા તેની દક્ષીણ રીતે કોતરેલી મૂર્તિઓ છે અને સુંદર ચિત્રોને રચના કરે છે. દાદરની ઊંચી ફ્લાઇટ, પૂણેશ્વર મંદિરના દરવાજા તરફ દોરી જાય છે. હિન્દુઓ અને જૈનોમાં ખૂબ જ લોકપ્રિય, આ જૂનું મંદિર હજી પણ તેના જુના વિશ્વની ભવ્યતા અને વૈભવ જાળવી રાખ્યો છે. તે ગરવી ગુજરાતની તેજસ્વી વારસાના જાળવણી સમાન છે. ઉચ્ચા પ્લેટફોર્મ ઉપર ઉભા થયેલા અને ‘છત્રી’ ના આકારમાં બાંધવામાં આવ્યું છે, આ મંદિરને જટિલ કોતરવામાં આવેલા સ્તંભો દ્વારા ટેકો આપતા એક કપડા સાથે તાજ પહેરાવવામાં આવ્યો છે.
નનામો ડુંગર
સુખપુર રોહાની નજીક નનામો ડુંગર, ૧૪૦૦ ઉચાઇ ધરાવતો, ૧૪૫૯ ફૂટની ઉચાઇ ધરાવતા કાળા ડુંગર ૫છી કચ્છમા બીજા ક્રમે ઉચાળ ધરાવનતો ડુંગર છે. તેનું નામ નનામો તરીકે રાખવામાં આવ્યું છે કારણ કે તે જમીન પરથી ઉચો થયા બાદ તેની ઊંચાઈ ઓછી થઈ ગઈ છે.
મુન્દ્રા પોર્ટ
મુંદ્રા પોર્ટ ગુજરાતના, કચ્છ જીલ્લાના, મુન્દ્રા નજીક કચ્છની અખાતના ઉત્તર કિનારા પર સ્થિત ભારતનું સૌથી મોટો ખાનગી બંદર છે. અગાઉ તે મદુરા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એમપીએસઈઝેડ) દ્વારા સંચાલિત હતું, જે અદાણી ગ્રૂપની માલિકીની કંપની હતી, જેને પાછળથી તે અનેક પોર્ટ્સના સંચાલન માટે અદાણી પોર્ટ્સ અને સેઝ લિમિટેડ (એપીએસઈઝેડ) માં વિસ્તૃત કરવામાં આવ્યું હતું. ૨૦૧૩-૧૪ માં, મુન્દ્રા પોર્ટે ૧૦૦ મિલિયન ટનનું કાર્ગો સંચાલન કર્યું હતું. તે કાર્ગો હેન્ડલીંગ દ્વારા એક વર્ષમાં ભારતનો સૌથી મોટો બંદર અને માલ હેરફેશમાં પ્રથમ બંદર બન્યું છે.
અંબે ધામ
અંબેધામ કચ્છમાં ગોધરા નામના ગામમાં આવેલું છે. (પંચમહાલ જીલ્લામાં આવેલું ગોધરા અને આ અંબેધામવાળું ગોધરા, બે અલગ છે.) ગામ નાનુ છે. અહીં આરસનું બનાવેલું અંબામાતાનું ભવ્ય મંદિર છે. મંદિરનો ગેટ, ઓટલો, છત, થાંભલા – બધું જ આરસનું. મંદિરના ઓટલા પર વાઘની બે પિત્તળની મૂર્તિઓ ગોઠવેલી છે. તે તરત જ ધ્યાન ખેંચે છે. મંદિર બહુ જૂનું નથી, એટલે જાણે હમણાં જ બન્યું હોય એટલું નવું લાગે છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ પામે છે. અહીં પ્રવાસીઓ કરતાં ભક્તો વધુ આવતા હોય એવું લાગે છે.
આ મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. સંકુલમાં બીજાં ઘણાં મંદિરો છે. મુખ્ય મંદિરની પાછળ ભારતમાતાની ભવ્ય મોટી મૂર્તિ છે. મૂર્તિને વંદન કરવાનું મન થઇ જાય છે. બીજા એક નાના કુંડમાં પાણી ભરેલું છે અને તેમાં મૂકેલો પથ્થર પાણી પર તરે છે. એની બાજુમાં પ્રેરણાધામ છે. અહીં મહાવીર સ્વામીની મૂર્તિ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓ વિગેરેની પ્રતિકૃતિ અને મૂર્તિઓ છે. અહીં આપણા ધાર્મિક ગ્રંથોમાં આવતા પ્રસંગોને જેમ કે એક પગે ઉભા રહીને તપ કરતા ધ્રુવ, હિરણ્યકશ્યપનો વધ કરતા નરસિંહ ભગવાન વગેરે પૂતળાં રૂપે રજૂ કર્યા છે.
એની બાજુમાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને મોટો કૈલાસ પર્વત બનાવ્યો છે. એની ટોચ પર શંકર ભગવાન બિરાજે છે. પર્વતની અંદર ગુફામાં દાખલ થઇ, વાંકાચૂકા ચઢાણવાળા માર્ગે ફરી, છેક ટોચ પર બહાર નીકળાય છે. ગુફાના માર્ગમાં પણ ઘણા દેવદેવીઓની મૂર્તિઓ છે. ગુફાની રચના ખૂબ જ આકર્ષક અને અદભૂત છે. ટોચ પર શંકર ભગવાનની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન થાય છે. ટોચ પરથી પગથિયાં ઉતરીને નીચે આવી જવાય છે.આ બધાં મંદિરો આગળ બગીચા અને રસ્તાઓ પણ છે.
૭૨ જિનાલય
૭૨ જિનાલય જે માંડવી થી ૧૧ કી મી દુર કોડાય ગામમાં આવેલ જૈનોનું આ ઘણું જ મોટું ધામ છે, અને ખૂબ પ્રખ્યાત છે. તેમાં એક મુખ્ય મંદિર તથા ચારે બાજુ બીજાં ૭૨ મંદિર આવેલાં છે. આ મંદિરોમાં મુલનાયક આદેશ્ર્વર દાદા અને બિજા જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે. બધાં જ મંદિરો આરસનાં છે. બહારથી બધાં મંદિરોનાં શિખરો દેખાય છે. મંદિરોની ડીઝાઈન કરનારા નિષ્ણાતો, બાંધકામ કરનારા અને વ્યવસ્થા તથા સંચાલન કરનારાઓની સૂઝસમજને દાદ દેવી ઘટે. જૈન સમાજે આવાં મંદિરો ઘણી જગાએ બાંધ્યાં છે.આ મંદિરે ઘણી વિશાળ જગા રોકી છે. ૭૨ જિનાલય ઉપરાંત, બહારના ભાગમાં મોટું પ્રાંગણ, પાર્કીંગ, રહેવા માટેની સુવિધા, બાગબગીચા, ભાતાઘર – આ બધું મળીને ૮૦ એકરમા ફેલાયેલ મોટું સંકુલ છ.આ સુંદર મંદિર મુંદ્રા-માંડવી રોડ પર સ્થિત છે તે “બૌતેર જિનાલય”, અને “આદિશ્વર બૌતેર જિનલે મહાતિર્થ” તરીકે પણ ઓળખાય છે.
દીન દયાલ પોર્ટ (કંડલા પોર્ટ)
કંડલા પોર્ટ અથવા દીન દયાલ પોર્ટ – ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. દેશનાં ભાગલા બાદ કરાચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતનાં મહત્વનાં બંદર તરીકે ઇ. સ. ૧૯૫૦માં કંડલાની સ્થાપના થઇ હતી.
કંડલાનો બંદર ભારતના ઉત્તરપશ્ચિમ કિનારે કચ્છના અખાત પર સ્થિત છે,જેના ઉત્તરપશ્ચિમે ૨૫૬ નોટિકલ માઇલ અંતર પર પાકિસ્તાનના કરાચીના દરિયાકિનારો અને દક્ષિણપૂર્વમાં ૪૩૦ નોટિકલ માઇલ ૫ર પોર્ટ ઓફ મુંબઈ(બોમ્બે) ના છે. તે કાર્ગો હેન્ડલકરવામા ભારતનું સૌથી મોટું બંદર છે.
તાજેતરના વર્ષોમાં ભારતનું સૌથી વ્યસ્ત મુખ્ય બંદર કંડલા પોર્ટ ટ્રસ્ટ ખાનગી ક્ષેત્રની સહભાગિતા સાથે નોંધપાત્ર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારી છે. કંડાલા દીન દયાલ પોર્ટ એ બહુવિધ સ્થાનો પર એક વાઇબ્રન્ટ, વર્લ્ડ ક્લાસ, મલ્ટી કાર્ગો સેવાઓ આપતુ બંદર છે. વર્ષ ૨૦૧૬-૧૭ માં આ પોર્ટ દ્વારા ૧૦૫.૪૪ એમએમટી કાર્ગોનું સંચાલન કરવા મા આવ્યુ હતું
એલએલડીસી – લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર
ભુજની નજીક અજરખપુર ગામમાં કચ્છની હસ્તકળાને અને તેમાંયે ખાસ કરીને લુપ્તતાને આરે આવી ગયેલી ચોક્કસ પ્રકારની ભરત-ગૂંથણ કળાને વ્યાવસાયિક અભિગમથી બેઠી કરીને એના પરંપરાગત રૂપરંગ સાથે ટકાવી-જીવતી રાખનાર વિશ્વખ્યાત `શ્રૃજન’ સંસ્થાએ ‘લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર’ (એલ.એલ.ડી.સી.) ઉભુ કર્યું છે. આ જીવંત મ્યુઝિયમમાં ત્રણ ગેલેરીઓનો સમાવેશ કરાયો છે. જેમાં કચ્છના જીવંત ભરતકામનું અદ્ભૂત પ્રદર્શન છે. બીજી ગેલેરી રિસર્ચ ગેલેરી છે જેમાં ભરતકામમાં થયેલા ચડાવ-ઉતાર તેમજ કોઇપણ એક કોમને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકના સંશોધનાત્મક પાસાંઓનો ઉલ્લેખ. ત્રીજી ગેલેરી ભવિષ્યમાં ઇન્સ્પીરેશન ગેલેરી તરીકે ખુલ્લી મૂકાશે તેમાં કચ્છની 12 જેટલી અલગ અલગ કોમ-જ્ઞાતિઓનું ભરતકામ મૂકવામાં આવ્યું છે, આહીર, મેઘવાળ-ગુર્જર, રબારી, સોઢા-જાડેજા, મેઘવાળ મારૂ, મોચી, જત, રાઉ, નોડે, મુતવા, હાલેપોત્રા, મેઘવાળ મારવાડાનો સમાવેશ થાય છે. આ વિભાગના જુદા જુદા પેટા વિભાગો છે, તેમાં અન્ય જ્ઞાતિઓના ભરતકામ અને બીજી વસ્તુઓ મૂકાયેલ છે. દરેક કોમોના પરંપરાગત વસ્ત્રોની સાથોસાથ હાલના આધુનિક સમયના વસ્ત્રો પર કરેલ ભરતકામ રજૂ કરાયું છે દરેક કોમના ભરતકામમાં એમની સંસ્કૃતિ, એમના રીતરિવાજો અને એની સાથે જોડાયેલા ભરતકામની ખાસિયતો જણાવવામાં આવી છે. ઘોડિયા પર લટકતા રમકડાંમાં , પશુ શણગારમાં ભરતકામ, શણગારેલા ઊંટ સહિતનો કાફલો સુધીના નમૂના કે તસવીરો પ્રદર્શનમાં મૂકાયેલી. આજે આ સંગ્રહ-અમૂલ્ય ખજાનો માત્ર કચ્છ કે ભારત માટે જ નહીં સમગ્ર વિશ્વની ભાવિ પેઢી માટે મહત્ત્વનો બન્યો છે. વળી એનું રિસર્ચ-સંશોધનકાર્ય એટલું તો વ્યાપક છે કે માત્ર ભરતકલા જ નહીં પરંતુ કચ્છની સમગ્ર સંસ્કૃતિ તેમાં ઉજાગર થઇ છે. કારણ કે, સંશોધન હાથ ધરતી વખતે પ્રત્યેક કોમ-જાતિના જીવનના દરેક પાસાંનો ઇતિહાસ એમની લોકવાયકાઓ, લોકગીતો અને અન્ય સાહિત્ય મૌખિક પરંપરાના આધારે એકત્ર કરાયાં છે. વળી પચાસ કે સો વર્ષ જૂની ડિઝાઇનવાળા વસ્ત્રો જેમની પાસે સચવાયેલા હતા તે ખરીદી લેવાયા. ધાર્મિક, સામાજિક પ્રસંગો, તહેવારો, મેળા, બખમલાખડા જેવી રમતો, રમણીય સ્થળો, જુદી જુદી કોમોના ઘર, ફળિયા, ફર્નિચર માટી અને તાંબા-કાંસાના વાસણ… બધાની ઊંડાણપૂર્વકની માહિતી એકઠી કરીને તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. અને આ બધી માહિતી, દસ્તાવેજ, હસ્તકલાના નમૂના, તસવીરો, ચિત્રો, કથાઓનો ખજાનો વિશ્વ સમક્ષ `લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર’ના નામે પેશ કરવામાં આવ્યો છે. આજે કચ્છ આવતા અનેક પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેઇ પોતાની સંસ્કૃતિના મુળિયા શોધવા પ્રયાસ કરે છે.
રક્ષક વન
માધાપરની કચ્છની ખમીરવંતી મહિલાઓ દ્વારા ડિસેમ્બર-૧૭૭૧ માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભૂજ ખાતેના એરફોર્સની હવાઇપટ્ટીને થયેલા નુકસાનની સમારકામની કામગીરી માત્ર ૭૨ કલાકમા આ વીરાંગનાઓ તનતોળ મહેનત કરી પુરી કરી હતી. એરફોર્સની હવાઈ પટ્ટીની કામગીરીની યાદમાં સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત સાંસ્કૃતિક રક્ષક વનનું નિર્માણ કરાયું છે.ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના કારણે ડિફેન્સની ત્રણેય પાંખ તથા બીએસએફ, કોસ્ટગાર્ડની ઉપસ્થિતિને લીધે ખરા અર્થમાં દેશના રક્ષક તરીકેની કામગીરીને ધ્યાનમાં રાખવાનો ઉદ્દેશ્ય છે. સાથે જ રક્ષક વનના મુખ્ય આકર્ષણોમાં રક્ષક દ્વાર, વોલ મ્યુરલ્સ (ભીંતચિત્રો-12) જેમાં એકમાં માતા રુદ્રાણીની વાર્તા, ત્રણમાં માધાપરની વીરાંગનાઓની 1971ના વર્ષની યુદ્ધગાથા અને આઠ ભીંતચિત્રો આર્મી, નેવી અને એરફોર્સના વિવિધ લડાયક શસ્ત્રો અંગેના છે. અહીં વિવિધ પ્રકારના લોકઉપયોગી તથા આયુર્વેદિક મહત્ત્વ ધરાવતાં આરોગ્ય વન, રાશિ વન, ખજૂરી વન, દેવ વન, નક્ષત્ર વન, કેકટસ વન બનાવવામાં આવ્યા છે. રક્ષક વનના અન્ય આકર્ષણોમાં વ્યૂપોઇન્ટ, ફોટો પોઇન્ટમાં ભરત-ગુંથણ કરતી મહિલા, ખારાઇ ઊંટ અને આર્મીના જવાનના ફોટો પોઇન્ટ મૂકાયાં છે. ત્રણ ઝૂલતા પુલો સાથે ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો ઉપરાંત શિશુવાટિકા અને ઓપન જીમ, વોટર ફોલ, કલાત્મક ફેન્સિંગ, શૌર્ય શિલ્પ, બે કિલોમીટરની પગદંડી, ગુજરાતમાં જોવા મળતા વિવિધ રોપાઓ, વોચ ટાવરનો સમાવેશ થાય છે.
એકલ માતા મંદિર
ભુજથી લગભગ એકસો કિ.મી. અને તાલુકા મથક ભચાઉથી ત્રીસ કિ.મી. ના અંતરે એકલ માતાનું સ્થાડન મોટા રણની કાંધીએ આવેલું છે. સુંદર પરિસર ધરાવતા આ શિખરબંધ મંદીરમાં માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે, જેમાં એક સ્વનયંભૂ પ્રગટેલી છે, જયારે બીજી લગભગ ર૦૦ વર્ષ પહેલાં કોઇ નિ:સંતાન દરબારના ઘરે પારણું બંધાતાં અને પોતાની શેર માટીની ખોટ પૂરી થતાં તેમણે બીજી મૂર્તિ પધરાવેલ છે. વાગડ વિસ્તા રમાં એકલના સ્થાાનેથી અત્યંાત વિશિષ્ટતા ભરેલ સફેદ રણનાં સરળતાથી દર્શન થાય છે. મંદિરની વાવ એ પાંડવો દ્વારા લગભગ ૫૧૦૦-૫૨૦૦ વર્ષ પહેલાં મહાભારત સમયમા બાંધવામાં આવેલ છે. જે સરસ્વતી સંસ્કૃતીના વિનાશના સમય દરમિયાનની છે. આ પ્રદેશમાં ગેડી વિસ્તારમાં પાંડવો તેમના ગુપ્તા વાસ દરમિયાન રોકાયા હતા. અને ભીમ ગુફાનું ક્ષેત્ર જ્યાં ભીમએ તેની પ્રથમ પત્ની હિડંમ્બા અને ભાંજેડોનો સ્વીકાર કરયો હતો, તે હિડંમ્બાનું નિવાસ સ્થાન હોઈ શકે છે.પ્રકૃતિ અને પર્યટનના ચાહકો અહીંથી રણની અંદર કાકડિયા બેટ, ગંગડી બેટ વગેરેથી પગપાળા, મોટર સાયકલ દ્વારા સાહસિક પ્રવાસનો આનંદ લઇ શકે છે.
જખૌ પોર્ટ
જખૌ ભારતના પશ્ચિમ કિનારે કચ્છની અખાતમાં, ગોદીયા ક્રીક સ્થિત એક સુંદર હવામાન લાઈટરેજ પોર્ટ છે. જખૌ પોર્ટ કચ્છ જીલ્લાના સૌથી જૂના બંદરોમાંનું એક છે. આજે, આ બંદર ફક્ત માછીમારી માટે જ વપરાય છે. જખૌ પોર્ટનું પોતાનું મહત્વ છે. કચ્છનું બંદર કોસ્ટગાર્ડ અને બીએસએફના વોટર ડિપાર્ટમેન્ટ માટે એક કેન્દ્ર છે. જખૌ બંદર એક નાનું બંદર છે જે વર્ષ દરમિયાન ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના ઉનાળાની મોસમ દરમિયાન મીઠું લોડ કરતા નાના જહાજો દ્વારા માલની હેરફેર થાય છે.
રોહાનો કિલ્લો
રોહાનો કિલ્લો કચ્છ, ગુજરાતમાં આવેલો નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમા પર આવેલો છે.રોહા જાગીરનું મુખ્ય મથક અહીં આવેલું હતું. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની ૧૨૦ સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે. રોહાનો કિલ્લો ભુજથી ૫૦ કિમીના અંતરે આવેલો છે. તેનો વિસ્તાર લગભગ ૧૬ એકર છે અને તે મુખ્ય માર્ગ સાથે જોડાયેલ છે. તેની જમીન સપાટીથી ૫૦૦ ફુટ અને સમુદ્ર સપાટીથી ૮૦૦ ફુટ છે. રોહાની જાગીરમાં ૫૨ ગામોનો સમાવેશ થતો હતો. રાવ ખેંગારજી પ્રથમ (૧૫૧૦-૧૫૮૫) ના ભાઇ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી હતી અને તેઓ રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા.તેમના અનુગામી જીયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.
ગાંધી સમાધી – ગાંધીધામ
ભારતમાં રાજઘાટ, દિલ્હી બાદ અન્ય એકમાત્ર ગુજરાતમાં ગાંધી સમાધી આવેલી છે. દેશમાં બે જ સ્થળોએ ગાંધી સમાધી છે, જે પૈકીની આ એક છે. તે કચ્છ જિલ્લામાં ગાંધીધામ નજીક આદિપુર ખાતે આવેલી છે. ગાંધી સમાધીનું સ્થળ ચોતરફ લીલોતરીથી છવાયેલુ અને રમણીય છે. પ્રાર્થના માટે ખાસ વ્યવસ્થા છે. મહાત્મા ગાંધીનું દિલ્હી ખાતે અવસાન થયા બાદ રાજઘાટ ખાતે તેમના શરીરને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. ગાંધીજીના અસ્થિને જુદા-જુદા સ્થળોએ રાખવામાં આવેલા હતાં. તે પૈકી ગાંધીધમના સ્થાપક ભાઇપ્રતાપ અને કેટલાક અન્ય મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાત લાવવામાં આવ્યા હતા અને આદીપુર ખાતે અસ્થિ પધરાવીને સમાધીમંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ ગાંધી સમાધી આજે પણ હયાત છે અને ભારતમાં રાજઘાટ દિલ્હી બાદ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ એક જ સમાધી છે. ૧૯૯૮ના વાવાઝોડા અને ૨૦૦૧ના ભૂકંપ બાદ ગાંધી સમાધીનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ગાંધી સમાધીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ દર્શનાથે આવ્યા હતા. દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ, ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઇ પટેલ, સહિતના રાજકીય અગ્રણીઓ ગાંધી સમાધીએ દર્શનાથે ખાસ આવી ચુકયા છે.ગાંધી સમાધીના સ્થળ પરથી આ શહેર કે જેનુ મુળ નામ સરદાગંજ હતુ ને બદલી ગાંધીધામ રાખવામાં આવ્યુ હતું.